Video: નવી વંદે ભારત સ્લીપર

ઉત્તર પ્રદેશના વારાણસી અને નવી દિલ્હી વચ્ચે દોડનારી દેશની નવી 'વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ'નું ૩૧ ઓક્ટોબરે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ નવી ટ્રેનના પ્રારંભથી બંને શહેરો વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે અને મુસાફરોને અત્યાધુનિક સુવિધાઓ મળશે. રેલવે મંત્રાલય દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેનાથી દિલ્હી અને કાશી વચ્ચેનો પ્રવાસ વધુ ઝડપી અને આરામદાયક બનશે.







