મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં 'મહાવિજય' બાદ ફડણવીસનું ટ્વિટ,  બાજની અસલી ઉડાન હજુ બાકી...

એક બાજુ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને પ્રચંડ જીત મળી છે. બીજી બાજુ હવે સૌથી મોટો પ્રશ્ન

મહારાષ્ટ્રમાં 'મહાવિજય' બાદ ફડણવીસનું ટ્વિટ,  બાજની અસલી ઉડાન હજુ બાકી...

એક બાજુ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને પ્રચંડ જીત મળી છે. બીજી બાજુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રી કોણ બનશે. શું એકનાથ શિંદે રાજ્યના મુખ્યમંત્રી રહેશે કે પછી ભાજપના દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવશે. આ દરમિયાન ફડણવીસે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, બાજની અસલી ઉડાન હજુ બાકી છે. આ ટ્વિટ બાદ લોકોમાં અને સોશિયલ માડિયામાં એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મહારથી બની શકે છે. 

'હું આધુનિક અભિમન્યુ છું, ચક્રવ્યૂહને ભેદી નાખ્યો'

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે, રાજ્યમાં ફરી એકવાર મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં એકતરફી જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે પહેલીવાર મીડિયા સામે આવીને નિવેદન આપ્યું હતું. ફડણવીસે કહ્યું કે, હું આધુનિક અભિમન્યુ છું. ચક્રવ્યૂહને ભેદવાનું જાણું છું. અમે ચક્રવ્યૂહ ભેદી નાંખ્યું છે.  

આ જીત માટે સૌથી પહેલા મહારાષ્ટ્રની જનતાનો આભાર. આ અમારી જીત નથી પરંતુ મહારાષ્ટ્રની જનતાની જીત છે. તેમણે કહ્યું કે અમે ચક્રવ્યુહ તોડવામાં સફળ રહ્યા છીએ. મારો બહુ ઓછો આમાં સહયોગ છે. અમારી ટીમે કરેલા કામની આ જીત છે. 

'એક હૈ તો સેફ હૈ'ના સૂત્રને અનુરૂપ તમામ વર્ગો અને સમુદાયોએ અમને મત આપ્યો

ફડણવીસે કહ્યું, 'મહારાષ્ટ્રની જનતાએ અમને અભૂતપૂર્વ જીત અપાવી છે. આ દર્શાવે છે કે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. 'એક હૈ તો સેફ હૈ'ના સૂત્રને અનુરૂપ તમામ વર્ગો અને સમુદાયોના લોકોએ એક થઈને અમને મત આપ્યો. આ મહાયુતિ, સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ અજિત પવાર અને રામદાસ આઠવલેની જીત છે, આ એકતાની જીત છે. ધર્મના નામે ભાગલા પાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો. 

https://twiiter.com/Dev_Fadnavis/status/1860308539660730701

આ સમાચાર શેર કરો