Video: મુરાદાબાદમાં ગાઢ ધુમ્મસ

ઉત્તરપ્રદેશના મુરાદાબાદના કટઘર વિસ્તારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. ધુમ્મસના કારણે સમગ્ર વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાઓ પર દૂર સુધીનું સ્પષ્ટ દેખાતું ન હોવાથી વાહનોની અવરજવર પર પણ અસર જોવા મળી હતી. વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. ધુમ્મસના કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું હતું.
જાહેરાત







