Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : demanded a bribe of 25 lakhs; Fake police raided the students' flats

ફેક કોલ સેન્ટર ચલાવો છો? નકલી પોલીસ બની વિદ્યાર્થીઓના ફ્લેટ પર પાડયા દરોડા

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ફેક કોલ સેન્ટર ચલાવો છો? નકલી પોલીસ બની વિદ્યાર્થીઓના ફ્લેટ પર પાડયા દરોડા

દિલ્હીમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. ચાર લોકોએ નકલી પોલીસકર્મી બની વિદ્યાર્થીઓ ફ્લેટ પર દરોડા પડ્યા હતા. આ વિધાર્થીઓના ગ્રુપ પર નકલી કોલ સેન્ટર ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પશ્ચિમ દિલ્હીમાં વિદ્યાર્થીઓના ફ્લેટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓને કૂકડો બનાવી જમીન પર બેસાડવામાં આવ્યા હતા.  અને જતા પહેલા નકલી પોલીસ 1.55 લાખ રૂપિયા રોકડા આ વિદ્યાર્થીઓ પાસેથી ખંખેરી લીધા હતા. ગયા અઠવાડિયે પ્રકાશમાં આવેલી ચોંકાવનારી ઘટનાનો પોલીસે આ રીતે પર્દાફાશ કર્યો હતો.

App Store

પોલીસે જણાવ્યું કે આરોપી - 29 વર્ષીય મનપ્રીત સિંહ, 23 વર્ષીય જુનેદ વાસીદ, 22 વર્ષીય કુલદીપ સિંહ અને 22 વર્ષીય સરબજીત સિંહ ઉર્ફે પ્રિન્સ -ની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. બધા પશ્ચિમ દિલ્હીના રહેવાસી છે અને 12 ડિસેમ્બરે લૂંટ અને મૃત્યુ અથવા ગંભીર ઇજા પહોંચાડવાના પ્રયાસના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો. 10 ડિસેમ્બરે વિદ્યાર્થીઓના ફ્લેટ પર નકલી પોલીસ બની ચાર કલાક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

વિધાર્થીઓ કોઈપણ કોલ સેન્ટર કૌભાંડમાં સંડોવાયેલા ન હતા

નકલી પોલીસ બની આરોપીઓએ પીડિતોને મરઘીઓની જેમ બેસવા માટે દબાણ કર્યું, બંદૂક સાથે તેમના ફોટોગ્રાફ્સ લીધા, તેમના ઘરમાં બંધ રહેવા માટે કહેવામાં આવ્યું અને જો તેઓ ચૂપ રહેશે તો જ ત્યાંથી નીકળી જવાની ધમકી આપી. પોલીસે જણાવ્યું કે પીડિતો - કુંજ સાલ્વે, મોહમ્મદ અરીબુલ હસન, આદિત્ય કુમાર વર્મા, લવપ્રીત સિંહ, આદિત્ય વાસવાણી અને સુજન્યા ગુપ્તા દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. તેઓ કોઈપણ કોલ સેન્ટર કૌભાંડમાં સંડોવાયેલા ન હતા.

સાલ્વેએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે 10 ડિસેમ્બરે રાત્રે લગભગ 9.30 વાગ્યે, ત્રણ લોકોએ તેમનો અને વાસવાણીનો સંપર્ક કર્યો અને દાવો કર્યો કે તેમની પાસે નકલી કોલ સેન્ટરમાં તેમની સંડોવણીના વીડિયો પુરાવા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્રણેએ પોતાની ઓળખ પોલીસ કર્મચારી તરીકે કરી અને બાદમાં તેમનો એક સહયોગી પણ ત્યાં આવ્યો. કોલેજના આઈડી કાર્ડ બતાવવા છતાં અને કોઈ ગેરરીતિનો ઈન્કાર કરવા છતાં ચારેય શખ્સોએ તેમની અને તેમના ફ્લેટની સર્ચના નામે  બળજબરીથી તેમના મોબાઈલ ફોન ઝૂંટવી લીધા હતા અને તેમના ફ્લેટમાં જ ચાર કલાક માટે બંધક બનાવ્યા હતા. 

સાલ્વેની ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીઓએ તમામ છ વિદ્યાર્થીઓને ઘેરી લીધા હતા, તેમની પર હુમલો કર્યો હતો અને તેમના ફોન અને લેપટોપ જપ્ત કરી લીધા હતા. પોલીસ અધિકારી જણાવ્યું હતું કે, આ આરોપીઓએ "વિદ્યાર્થીઓ પર હુમલો કર્યા પછી, છેતરપિંડી કરનારાઓએ તેમની સામે કોઈ કેસ નોંધવા અથવા તેમની ધરપકડ ન કરવા માટે 25 લાખ રૂપિયાની લાંચ માંગી." જ્યારે વિદ્યાર્થીઓએ પૈસા આપવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપીઓએ તેમને બંદૂક બતાવી ધમકી આપી અને આશરે રૂ. 23,000 રોકડા પડાવી લીધા અને પછી તેમના ડેબિટ કાર્ડ અને વિગતો લઇ લીધી જેમાંથી તેઓએ આશરે રૂ. 1.32 લાખ ઉપાડી લીધા.'