મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી, મુંબઇ પોલીસના કંટ્રોલ રૂમમાં આવ્યો ફોન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઇ પોલીસના કંટ્રોલ રૂમમાં ક

PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી, મુંબઇ પોલીસના કંટ્રોલ રૂમમાં આવ્યો ફોન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઇ પોલીસના કંટ્રોલ રૂમમાં કોઇ અજાણ્યા શખ્સે ફોન કરીને વડાપ્રધાનને જાનથી મારવાની ધમકી આપી છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

PM મોદીને અવાર નવાર મળતી રહે છે ધમકીઓ

હરિયાણાના એક શખ્સે 2023માં વીડિયો વાયરલ કરતા પીએમ મોદીને ગોળી મારવાની ધમકી આપી હતી. વીડિયોમાં યુવકે ખુદને હરિયાણાનો બદમાશ ગણાવ્યો હતો. વીડિયોમાં તેને કહ્યું હતું કે વડાપ્રધાન મોદી મારી સામે આવ્યા તો હું ગોળી મારી દઇશ.

2022માં પણ પીએમ મોદીને જેવિયર નામના શખ્સે ધમકી આપી હતી. જેવિયરે કેરળ ભાજપના અધ્યક્ષ કે.સુરેન્દ્રનને મોકલેલા પત્રમાં જાનથી મારવાની ધમકી આપતા લખ્યુ હતું- મોદીની હાલત રાજીવ ગાંધી જેવી થશે, તે સમયે પીએમ મોદી કેરળના પ્રવાસે જતા હતા. બાદમાં પોલીસે ધમકી આપનારની ધરપકડ કરી હતી.

2018માં મહારાષ્ટ્રના મોહમ્મદ અલાઉદ્દીન ખાન નામના વ્યક્તિએ ફેસબુક પેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારવાની ધમકી આપી હતી, તેને ખુદને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સભ્ય ગણાવતા દેશના પાંચ મુખ્ય શહેરોમાં વિસ્ફોટ કરવાની વાત કરી હતી.

SPG પાસે વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી

દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) પાસે હોય છે. વડાપ્રધાનની ચારે તરફ સુરક્ષા ઘેરો SPG જવાનોનો જ હોય છે.PMની સુરક્ષામાં રહેલા જવાનોને અમેરિકાની સીક્રેટ સર્વિસની ગાઇડલાઇન્સ અનુસાર ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમની પાસે MNF-2000 અસોલ્ટ રાઇફલ, ઓટોમેટિક ગન અને 17 એમ રિવોલ્વર જેવા મોર્ડન હથિયાર હોય છે.

આ સમાચાર શેર કરો