મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લખનઉ એરપોર્ટ પર કૂરિયરના ડબ્બામાં મળ્યું નવજાતનું ડેડબોડી, મચ્યો હડકંપ

લખનૌના ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે સવારે કાર્ગો ચેકિંગ દરમિયાન નવજાત શિશુનો મૃ

લખનઉ એરપોર્ટ પર કૂરિયરના ડબ્બામાં મળ્યું નવજાતનું ડેડબોડી, મચ્યો હડકંપ

લખનૌના ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે સવારે કાર્ગો ચેકિંગ દરમિયાન નવજાત શિશુનો મૃતદેહ મળ્યો છે. આ ચોંકાવનારી ઘટના ત્યારે બની જ્યારે કાર્ગો ચેક કરી રહેલા સ્ટાફે બોક્સની અંદર પેક કરેલ નવજાતનું પેક કરેલું ડેડબોડી જોયું. જે એક કૂરિયરના માધ્યમથી પાર્સલ મોકલવા આવ્યો હતો. ગ્રાઉન્ડ સ્ટાફે તરત જ સીઆઈએસએફને આ અંગે જાણ કરી.

આ પણ વાંચોઃ સીરિયલ કિલરે 25 દિવસમાં 6 હત્યા કરી, લાશ સાથે પણ કર્યો રેપ; ગુજરાત પોલીસ સામે ગુના કબુલ્યા

નવજાતનો દેહ પ્રવાહી સાથે ડબ્બામાં પેક કરાયો

કહેવામાં આવી રહ્યું છે કે નવજાત એક મહિનાનું હતું. માહિતી મળતાં જ સીઆઈએસએફના જવાનોએ તરત જ પાર્સલ લાવનાર વ્યક્તિની અટકાયત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન આરોપીએ દાવો કર્યો હતો કે, તે તેના પાર્સલમાં ભ્રૂણ હોવા અંગે અજાણ હોવાનું રટણ કરતો હતો. આ અંગે તે કોઈ સ્પષ્ટતા આપી શક્યો નથી. CISFએ એરપોર્ટ પોલીસને વધુ પૂછપરછ માટે વ્યક્તિને સોંપવા અંગે જાણ કરી છે. આ બાબતે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

પોલીસ અને એરપોર્ટ પ્રશાસન પણ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે. નવજાત શિશુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા X પર @Ziarizvilive નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે.

એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી

એરપોર્ટ પોલીસ સ્ટેશનના પ્રભારીએ જણાવ્યું કે લખનૌ એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં નવજાતનો મૃતદેહ મળ્યો છે, કુરિયર મોકલનાર વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રારંભિક તપાસમાં પોલીસને જાણવા મળ્યા મુજબ, મૃતદેહને તબીબી તપાસ માટે મુંબઈ મોકલવાનો હતો, પરંતુ કુરિયર એજન્ટ શિપમેન્ટ માટે કોઈ સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ કરાવી ના શક્યો. 

મળતી માહિતી મુજબ, આરોપી કથિત રીતે લખનઉથી મુંબઈ મોકલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ નવજાતનું ડેડબોડી કોણે મોકલ્યું હતું અને કોણે તેની હત્યા કરી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો