મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહિલાના ઘરે પહોંચ્યું પાર્સલ, ખોલ્યું તો અંદરથી નિકળી લાશ! જાણો શું છે સમગ્ર મામલો

આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં એક મહિલાને અજાણ્યા પુરૂષની લાશ ધરાવતું પાર્સલ મળતાં

મહિલાના ઘરે પહોંચ્યું પાર્સલ, ખોલ્યું તો અંદરથી નિકળી લાશ! જાણો શું છે સમગ્ર મામલો

આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં એક મહિલાને અજાણ્યા પુરૂષની લાશ ધરાવતું પાર્સલ મળતાં ચોંકી ઉઠી હતી. આ ભયાનક ઘટના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ઉંડી મંડલના યેંદાગાંડી ગામમાં બની હતી.

નાગા તુલસી નામની મહિલાએ ઘર બનાવવા માટે આર્થિક મદદ માટે ક્ષત્રિય સેવા સમિતિને અરજી કરી હતી. સમિતિએ મહિલાને ટાઈલ્સ મોકલી હતી. બાંધકામમાં વધુ મદદ માટે તેમણે ફરીથી ક્ષત્રિય સેવા સમિતિને વિનંતી કરી. કમિટીએ કથિત રીતે ઈલેક્ટ્રીકલ સાધનો આપવાનું વચન આપ્યું હતું. અરજદારને વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે તેને લાઇટ, પંખા અને સ્વીચ જેવી વસ્તુઓ આપવામાં આવશે.

ગુરુવારે રાત્રે, એક વ્યક્તિએ મહિલાના દરવાજે એક બોક્સ પહોંચાડ્યું અને તેને કહીને ચાલ્યો ગયો કે તેમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણો છે. બાદમાં તુલસી પાર્સલ ખોલે છે અને એક માણસની લાશ જોઈને ચોંકી જાય છે. તેના પરિવારજનો પણ ડરી ગયા હતા. તેણે પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને લઈ જવાયો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક અદનાન નઇમ આસ્મીએ પણ ગામની મુલાકાત લીધી હતી અને મામલાની તપાસ કરી હતી.

પાર્સલમાં એક પત્ર પણ મળી આવ્યો હતો, જેમાં રૂ. 1.30 કરોડની માંગણી કરવામાં આવી હતી અને જો માંગ નહીં સંતોષાય તો પરિવારને ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપવામાં આવી હતી.

પોલીસ પાર્સલ પહોંચાડનાર વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ક્ષત્રિય સેવા સમિતિના પ્રતિનિધિઓને પૂછપરછ માટે બોલાવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ મૃતદેહ આશરે 45 વર્ષની વયના વ્યક્તિની છે. પોલીસનું માનવું છે કે વ્યક્તિનું મૃત્યુ 4-5 દિવસ પહેલા થયું હશે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે કબજે કરી છે. વ્યક્તિની હત્યા કરવામાં આવી છે કે કેમ તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તપાસના ભાગરૂપે પોલીસ નજીકના પોલીસ સ્ટેશનોની હદમાં ગુમ થયેલી ફરિયાદોની ચકાસણી કરી રહી છે.

આ સમાચાર શેર કરો