Video: તમિલનાડુના તિરુચિરાપલ્લીના બજારોમાં દિવાળી પહેલાં ખરીદીનો માહોલ જામ્યો, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

સોર્સ: gstv

તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં દિવાળી પહેલાં ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. NSB રોડ, સિંગારાથોપ અને તેપ્પાકુલમ સહિતના બજારોમાં ખરીદદારોની ભારે અવરજવર જોવા મળી રહી છે. તહેવારને ધ્યાનમાં રાખીને બજારોમાં પોલીસ દ્વારા સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડભાડવાળા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસ દ્વારા CCTV કેમેરા મારફતે નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા લોકોને ખરીદી દરમિયાન પોતાના સામાન અને બાળકોનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત