અનંત સિંહની ક્રાઇમ કુંડળી: ભાઇના બદલાથી શરૂ થયો લોહિયાળ જંગ, વર્ચસ્વની લડાઇએ બનાવ્યા 'બાહુબલી'

બિહારના મોકામામાં RJD નેતા અને જનસુરાજ સમર્થક દુલારચંદની હત્યા કેસમાં JDUના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય અનંત સિંહની ધરપકડ કરવામાં આવી છે. અનંત સિંહ બાહુબલિ નેતા ગણાય છે અને તેમનો ગુનાહિત રેકોર્ડ ઘણો લાંબો રહ્યો છે.
અનંત સિંહનો ગુનાહિત ઇતિહાસ
80ના દાયકામાં અનંત સિંહનો આતંક બિહારમાં છવાયેલો હતો. અનંત સિંહના મોટા ભાઇ અને પૂર્વ મંત્રી દિલીપ સિંહનો પટણામાં દબદબો હતો બીજી તરફ બાઢ અને મોકામામાં અનંત સિંહની ગુનાહિત સત્તા યથાવત બની ગઇ. અનંત સિંહનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે.80ના દાયકામાં ગામના જ મુન્ની લાલ સિંહ સાથે લોહિયાળ અદાવત છેડાઇ હતી. આ અદાવતમાં અનંત સિંહના મોટા ભાઇ વિરંચી સિંહની મુન્ની લાલ સિંહે હત્યા કરી નાખી. આ પહેલા અનંત સિંહે મુન્ની લાલ સિંહના કેટલાક સ્વજનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
મુન્ની-અનંત સિંહ વચ્ચે કેટલાક વર્ષો સુધી લોહિયાળ અદાવત બાઢની ધરતી પર લોહીની રેખા ખેચતી રહી. બેગૂસરાય પાસે મુન્ની લાલ સિંહની હત્યા બાદ અનંત સિંહનો ડર બાઢમાં એ રીતે છવાયો કે તેમના વિરૂદ્ધ જે કોઇએ અવાજ ઉઠાવ્યો તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતો હતો.80ના દાયકામાં અનંત સિંહની અદાવત મોકામાના મહેશ સિંહ સાથે થઇ હતી. તે સમયે અનંત સિંહનો ગુનાહિત ઇતિહાસ બિહારમાં ફેલાઇ ગયો હતો. અનંત સિંહે મહેશ સિંહને રસ્તા પરથી હટાવવા માટે મોકામાના રંગરૂટ નરેશ સિંહ સાથે હાથ મીલાવ્યો અને નગરના જેપી ચોક પર 1985માં મહેશ સિંહની બોમ્બ મારીને હત્યા કરી નાખવામાં આવી.
1985માં જ દિલીપ સિંહે મોકામાના અપક્ષ ઉમેદવારના રૂપમાં વિધાનસભાની ચૂંટણી લડી પરંતુ કોંગ્રેસના શ્યામ સુંદર સિંહ ધીરજના હાથે પરાજય થયો હતો. આ ચૂંટણીમાં પરાજય બાદ બન્ને ભાઇઓનો આતંક વધતો ગયો. આ સમયે બાઢમાં રાજપૂતો સાથે તેમનો લોહિયાળ જંગ છેડાયો. અનંત સિંહે અનેક રાજપૂત યુવકોની હત્યા કરી પોતાનું વર્ચસ્વ બનાવ્યું.
રાજનીતિમાં વધતો દબદબો
1990ની ચૂંટણીમાં દિલીપ સિંહે જનતા દળની ટિકિટ પર રાજકારણનો પ્રારંભ કર્યો હતો. 1995ની ચૂંટણી બાઢ વિધાનસભા વિસ્તારમાં અનંત સિંહના ભાઇ સચ્ચિદાનંદ સિંહ ઉર્ફ ફાજો સિંહે પોતાનું નસીબ અજમાવ્યું પરંતુ પોતાના જ વંશના વિવેકા પહેલવાનની હાજરીમાં તેમની હાર થઇ.
આ ચૂંટણીમાં વિજય કૃષ્ણની જીત થઇ. ફાજો સિંહની હારનો ઠીકરો અનંત સિંહે વિવેકા પહેલવાન પર ફોડી દીધો. વિવેકા પહેલવાને લદમા ગામ છોડવું પડ્યું. વિવેકા પહેલવાને ગામ તો છોડી દીધુ પરંતુ અનંત સિંહ સાથે લોહિયાળ જંગ છેડાઇ ગયો.
આ જંગમાં અનંત સિંહના કેટલાક શૂટર અને સંબંધીઓનું મોત થયું. અનંત સિંહે રાજપૂત સમાજના અનેક લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરી. અનંત સિંહના આતંકથી હત્યાની કેટલીક ઘટનાઓની ફરિયાદ પણ ના નોંધાઇ. ખુદ પોતાના જ ગામ લદમામાં પણ અનંત સિંહે કેટલાક લોકોની હત્યા કરી હતી.2000ની ચૂંટણીમાં પોતાના ભાઇ દિલીપ સિંહને જીતાડવા માટે સૂરજભાન સમર્થક ભાવનચકના બચ્ચુ સિંહની ઘરમાંથી ખેંચીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને ક્રૂરતાની તમામ હદ પાર કરતા માથુ પણ કાપી નાંખવામાં આવ્યું હતું. 2014માં બાઢમાં યાદવ સમાજના પુટુસ યાદવને એક અન્ય યુવક સાથે બેરહમીથી હત્યા કરવામાં આવી હતી.
આ ઘટનામાં અનંત સિંહની ધરપકડ પણ થઇ હતી. અનંત સિંહનો બે દાયકા જેટલો લાંબો રાજકીય સફર રહ્યો છે. અનંત સિંહના રાજકીય સફર કરતા ગુનાહિત ઇતિહાસ પણ એટલો જ લાંબો છે.

