Bihar news: દુલારચંદ યાદવ હત્યા કેસમાં પટણા પોલીસે અનંત સિંહની ધરપકડ કરી

બિહારના મોકામા દુલારચંદ યાદવ હત્યા કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પટણા પોલીસે ભૂતપૂર્વ ધારાસભ્ય અને NDA ઉમેદવાર અનંત સિંહની ધરપકડ કરી છે. પટણા SSP ની ટીમ બારહના કારગિલ માર્કેટ પહોંચી અને અનંત સિંહને કસ્ટડીમાં લીધો. હવે તેને બારહથી પટણા લઈ જવામાં આવી રહ્યો છે.
અનંત સિંહ વિરુદ્ધ પહેલા કાર્યવાહી કરવામાં આવી હોત તો સારું થાત
દુલારચંદ યાદવ હત્યા કેસમાં જેડીયુ ઉમેદવાર અનંત સિંહની ધરપકડ અંગે, મોકામાથી જન સૂરજ પાર્ટીના ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શીએ ફોન પર એએનઆઈને જણાવ્યું હતું કે, "આ એક સારું પગલું છે, પરંતુ જો તેઓ પહેલા કાર્યવાહી કરે તો વધુ સારું થાત. અનંત સિંહ શનિવારે 50 વાહનોના કાફલામાં ફરતા હતા અને ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લેતા હતા. જ્યારે તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી ત્યારે તેમની વહેલી ધરપકડ થવી જોઈતી હતી. પરંતુ ક્યારેય નહીં તેના કરતાં મોડું સારું. હવે, મહત્વનું એ છે કે પોલીસ સમગ્ર કેસની તપાસ કેવી રીતે કરે છે. આ તેમના પરિવાર માટે રાહતની વાત છે.
અનંત સિંહ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ
અડધી રાત્રે બાહુબલીની ધરપકડ
પટના પોલીસ સ્થિત કારગિલ માર્કેટ પહોંચી અને અડધી રાત્રે અનંત સિંહની ધરપકડ કરવામાં આવી. ત્યાંથી તેમને પટના લઈ જવામાં આવ્યા. પટનાના SSP કાર્તિક શર્માએ કહ્યું કે દુલારચંદ હત્યાકાંડની પ્રાથમિક તપાસ બાદ અનંત સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેમના બે સહયોગી મણિકાંત ઠાકુર અને રણજીત રામની પણ ધરપકડ કરાઈ છે. SSPએ વધુમાં જણાવ્યું છે કે તપાસમાં સામે આવ્યું છે કે ઘટના સમયે અનંત સિંહ તથા તેમના સહયોગીઓ ઘટનાસ્થળે હાજર થયા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર દુલારચંદ યાદવના શરીર પર ગોળી અને ઈજાના નિશાન મળ્યા છે. આ મામલે અનંત સિંહને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.

