Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Election Commission takes strict action in Bihar Mokama murder case

બિહાર મોકામા હત્યા કેસમાં ચૂંટણી પંચની સખ્ત કાર્યવાહી, ત્રણ અધિકારીઓને હટાવાયા

Timeછેલ્લું અપડેટ : 01 Nov 2025
લાઇવ ટીવીGoogle News
બિહાર મોકામા હત્યા કેસમાં ચૂંટણી પંચની સખ્ત કાર્યવાહી, ત્રણ અધિકારીઓને હટાવાયા
સોર્સ : google

મોકામા દુલારચંદ હત્યાકાંડમાં ચૂંટણીપંચે સખ્ત કાર્યવાહી કરતા ત્રણ અધિકારીઓને હટાવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા એસડીઓ અને એસડીપીઓને કડક સજા આપવામાં આવી છે. પટનાના ગ્રામીણ પોલીસ અધિક્ષક (એસપી) ની બદલી કરવામાં આવી છે.

App Store

બિહારમાં મોકામામાં થયેલી જનસુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવના મોતનું કારણ ગોળી નહીં પણ ફેફ્સુ ફાટવા અને કાર્ડિયાક એરેસ્ટ હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર પાછળથી કોઇ ભારે વસ્તુનો ધક્કો લાગતા તે નીચે પડી ગયા હતા જેને કારણે તેમની છાતીના હાડકા તૂટી ગયા હતા અને ફેફ્સા ફાટી ગયા હતા.

ગુનેગાર કોઇ પણ હોય તેને કાયદાના રાજમાં સજા મળશે-દિલીપ જયસ્વાલ

મોકામા હત્યાકાંડ પર બિહાર ભાજપના અધ્યક્ષ દિલીપ જયસ્વાલે કહ્યું-"બિહારમાં કાયદાનું રાજ છે, ગુનેગાર કોઇ પણ હોય તેને કાયદાના રાજમાં સજા મળશે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે વિસ્તારથી કઇ કહી શકાય છે પરંતુ પુરુ તંત્ર ઘટના પર નજર રાખી રહ્યું છે અને ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે."

દુલારચંદ યાદવ જાણીતા ગુનેગાર હતા-ગિરિરાજ સિંહ

બિહારમાં દુલારચંદ યાદવની હત્યા પર ભાજપના નેતા ગિરિરાજ સિંહે પણ પ્રતિક્રિયા આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ચૂંટણી પંચે પગલા ભરવા પડશે, સ્વાભાવિક છે કે ચૂંટણી પંચ તંત્ર પાસેથી રિપોર્ટ માંગશે. દુલારચંદ એક જાણીતા ગુનેગાર હતા. પથ્થર મારતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. 

બિહારમાં દુલારચંદ યાદવની હત્યાથી રાજકારણ ગરમાયું

બિહારમાં મોકામામાં જનસુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવની હત્યાથી રાજકારણ ગરમાયું છે. હત્યાના આરોપો મોકામાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહના સમર્થકો પર લાગ્યો છે.દુલારચંદ યાદવ મોકામાથી જનસુરાજ પાર્ટીના ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શી ઉર્ફે લલ્લુ મુખિયા માટે પ્રચાર કરી રહ્યા હતા અને અનંત સિંહ વિરુદ્ધ નિવેદનબાજી કરતા હતા. લાલુ યાદવના નિકટના રહેલા દુલારચંદનો રાજકીય પ્રભાવ તેમના ગુનાહિત ઇતિહાસને કારણે પણ હતો, જેમની 'ટાલ' વિસ્તારમાં મજબૂત પકડ હતી. 2019માં પટના પોલીસે તેમની કુખ્યાત બદમાશ તરીકે ધરપકડ કરી હતી. દુલારચંદ યાદવની હત્યા તેમના જન્મસ્થળ તારતર ગામમાં થઈ, જોકે તેઓ હાલમાં બાઢમાં રહેતા હતા.

હત્યા બાદ પાંચ કલાક સુધી ગ્રામજનોએ શબ ઉઠાવવા દીધો નહોતો, જેના કારણે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવું પડ્યું. મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે જેડીયુ ઉમેદવાર અનંત સિંહના સમર્થકોએ પહેલા દુલારચંદ યાદવના પગમાં ગોળી મારી અને પછી કારથી કચડી નાખ્યા. જોકે, અનંત સિંહના સમર્થકોએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા.