કોલકાતા રેપ મર્ડર કેસના આરોપી સંજય રોયનો થશે પોલીગ્રાફી ટેસ્ટ, કોર્ટે CBIને આપી મંજૂરી
સીબીઆઈને કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોયનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવ

સીબીઆઈને કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોયનો પોલીગ્રાફી ટેસ્ટ કરાવવાની મંજૂરી મળી ગઈ છે. તપાસ એજન્સીએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ પહેલા એજન્સીએ આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાવ્યો હતો. હવે પોલીગ્રાફી ટેસ્ટ દ્વારા જાણી શકાશે કે છેલ્લો આરોપી કેટલું જૂઠું અને કેટલું સત્ય બોલી રહ્યો છે.
CBI સૂત્રોનું કહેવું છે કે સંદીપ ઘોષના નિવેદનમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી છે. પીડિતાના પરિવારના નિવેદનો અને આરજી કાર હોસ્પિટલના પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નિવેદનોમાં વિસંગતતા છે. સંદીપ ઘોષની ફરી પૂછપરછ કર્યા બાદ સીબીઆઈએ તેમના અનેક નિવેદનો નોંધ્યા છે.
જો એજન્સીના સૂત્રોનું માનીએ તો સીબીઆઈની ટીમ તમામ નિવેદનો રેકોર્ડ કરવા માટે સોદેપુરમાં પીડિતાના ઘરે ગઈ હતી. સમગ્ર પૂછપરછ પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી છે. હવે સંદીપ ઘોષનું નિવેદન નોંધવામાં આવશે અને પીડિત પરિવારના નિવેદનના આધારે ઉલટતપાસ કરાશે.
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના કારણે દેશભરમાં આક્રોશ છે. એવામાં હવે પદ્મ સન્માનિત તબીબો એક થઈને અવાજ ઉઠાવ્યો છે. પદ્મ પુરસ્કારથી સન્માનિત 71 તબીબોએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે સાથે તબીબોની સુરક્ષા માટે અલગથી કાયદો બનાવવા માંગ કરી છે.
સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા માટે અલગથી કાયદાની માંગ
ડૉક્ટર્સે પત્રમાં લખ્યું છે કે, 'આવા અત્યાચારોને રોકવા માટે કડક એક્શન લેવાની જરૂર છે. મહિલાઓ અને સ્વાસ્થ્ય કર્મીઓ વિરુદ્ધ થતી હિંસા તાત્કાલિક રોકવાની જરું છે. તબીબો તથા સ્વાસ્થ્ય કર્મીઓ વિરુદ્ધ થતી હિંસા/અત્યાચાર રોકવા માટે સરકારનો ખરડો તૈયાર છે પણ હજુ સુધી તેને સંસદમાં રજૂ કરવામાં આવ્યો નથી. આગ્રહ કરીએ છીએ તાત્કાલિક અધ્યાદેશ લાવી કાયદો બનાવવો જોઈએ અને ખરડો પસાર કરવો જોઈએ. જેથી સ્વાસ્થ્યકર્મીઓ નીડર થઈને કામ કરી શકે.'
જે તબીબોએ આ પત્રમાં સહી કરી છે જેમાં એમ્સના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયા, ICMRના પૂર્વ ચીફ બલરામ ભાર્ગવ, એસ કે સરીન, ગંગારામ ટ્રસ્ટ સોસાયટીના ચેરમેન ડી. એસ. રાણા, અરવિંદ લાલ, મેદાન્તાના ચેરમેન નરેશ ત્રેહાન, ફોર્ટિસના ચેરમેન અશોક શેઠ, મહેશ વર્મા, યશ ગુલાટી, પુરુષોત્તમ લાલ જેવા જાણીતા તબીબોના નામ સામેલ છે.








