મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મંદિરના હોર્ડિંગ્સમાં દેવી-દેવતાઓ સાથે લગાવી દીધો પૂર્વ પોર્નસ્ટાર મિયા ખલીફાનો ફોટો, પછી જે થયું...

ધાર્મિક લાગણી દુભાવવા માટે લોકો આ હદે જઈ શકે છે? કોઈ માની

મંદિરના હોર્ડિંગ્સમાં દેવી-દેવતાઓ સાથે લગાવી દીધો પૂર્વ પોર્નસ્ટાર મિયા ખલીફાનો ફોટો, પછી જે થયું...

ધાર્મિક લાગણી દુભાવવા માટે લોકો આ હદે જઈ શકે છે? કોઈ માની જ ન શકે. તમિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં માતા પાર્વતીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. આ માટે રોડના કિનારે હિન્દુ દેવી-દેવતાઓથી સુશોભિત પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ લોકોનું ધ્યાન આ પોસ્ટરની એક વિચિત્ર તસવીર પર પડ્યું. દેવતાઓના પોસ્ટરમાં માથા પર કળશ લીધેલ પીળો ડ્રેસ પહેરેલી પોર્નસ્ટાર મિયા ખલીફાની તસવીર લાગેલી હતી.

તમિલનાડુના કાંચીપુરમમાં ‘આદિ’ ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો. આમાં તમિલનાડુના દરેક ખૂણેથી લોકો મંદિરોમાં દેવી અમ્માન (માતા પાર્વતી)ની પૂજા કરે છે. આ પગપાળા કરવામાં આવતી પૂજા છે. આમાં લોકો માતા અમ્માનની પૂજા કરવા માટે તેમના ઘરથી મંદિર સુધી ખુલ્લા પગે જાય છે. ઉજવણી સામાન્ય રીતે દરેક ગામમાં ભવ્ય હોય છે, જેમાં હજારો લોકો ઘણા દિવસો સુધી ચાલનારા આ ઉત્સવમાં સામેલ થાય છે.

હોર્ડિંગ્સ પર મિયા ખલીફાની તસવીર

આ ભવ્ય કાર્યક્રમોમાં તમિલનાડુના કુરુવિમલાઈના નાગથમ્મન અને સેલિયમ્માન મંદિરો પણ સામેલ હતા. ભક્તોએ ભારે ઉત્સાહ સાથે તૈયારીઓ કરી હતી. તહેવાર માટે લાઇટવાળા હોર્ડિંગ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા, જેથી દૂર-દૂરથી ભક્તો તેને જોઈ શકે. પરંતુ કોને ખબર હતી કે, સોશિયલ મીડિયાના જમાનામાં વિરોધ થવા લાગશે અને પોલીસે કાર્યવાહી કરવી પડશે. મિયા ખલીફાની તસવીર હિન્દુ દેવી-દેવતાઓની તસવીરો સાથે હોર્ડિંગ્સ પર લગાવવામાં આવી હતી.

દૂધના કળશ સાથે ખલીફા

ઉત્સવના હોર્ડિંગ્સમાં મિયા ખલીફા દેવી-દેવતાઓના ચિત્રો સાથે 'પાલ કુડમ' (દૂધનો કળશ) લીધેલી હતી. આ ઉત્સવમાં ભક્તો તેમના માથા પર દૂધનો કળશ લઈને જાય છે અને મંદિરોમાં દેવી-દેવતાઓને અર્પણ કરે છે.

પોલીસે હાથ ધરી કાર્યવાહી 

જે લોકોએ હોર્ડિંગ લગાવ્યું હતું તેઓએ માત્ર મિયાં ખલીફાનો ફોટો જ નહીં પરંતુ આધાર કાર્ડના રૂપમાં પોતાનો ફોટો પણ લગાવ્યો હતો. જોકે, બાદમાં મગારલ પોલીસ ત્યાં પહોંચી હતી અને રસ્તાની કિનારે લાગેલા હોર્ડિંગ હટાવી દીધા હતા. હોર્ડિંગની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ અંગે લોકોએ કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું, 'આ પ્રિન્ટ કરનારનું કામ છે, તેની ધરપકડ થવી જોઈએ.'  જ્યારે બીજા યુઝરે કટાક્ષ કરતા લખ્યું, 'તમિલનાડુમાં પોસ્ટરની લત નેક્સ્ટ લેવલે પહોંચી ગઈ છે.'

આ સમાચાર શેર કરો