મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્ર: બદલાપુર રેપના આરોપીના એન્કાઉન્ટર મામલે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, તપાસની માંગ કરી

મહારાષ્ટના બદલાપુરમાં સ્કૂલમાં 2 બાળકીઓ સાથે યૌન શોષણના આરોપી અક્ષય શિંદેનુ

મહારાષ્ટ્ર: બદલાપુર રેપના આરોપીના એન્કાઉન્ટર મામલે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, તપાસની માંગ કરી

મહારાષ્ટના બદલાપુરમાં સ્કૂલમાં 2 બાળકીઓ સાથે યૌન શોષણના આરોપી અક્ષય શિંદેનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે તપાસ માટે લઇ જતા સમયે આરોપીએ થાણેમાં પોલીસ કર્મીની રિવોલ્વર છીનવીને ફાયરિંગ કર્યું હતું. પોલીસે સેલ્ફ ડિફેન્સમાં ફાયર કરતા આરોપીનું મોત થયું છે. આ ઘટનાને લઇને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે અને તપાસની માંગ કરી છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું, "અમને ખબર પડી છે કે બદલાપુર યૌન શોષણ કેસના આરોપીનું મોત થયું છે. અમારી માંગ છે કે કોઇ પણ આરોપીને છોડવામાં ના આવે જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય.. શા માટે સરકાર? મુખ્ય ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.આ ઘટનામાં કોર્ટે તપાસ કરવી જોઇએ"

કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યુ કે આરોપી અક્ષય શિંદેની હત્યા કરવામાં આવી છે. કોઇ પણ વિશ્વાસ નહીં કરે કે આ એક અથડામણ હતી. આ એક કાળો દિવસ છે. મહારાષ્ટ્ર પોલીસની એક સમયે સારી પ્રતિષ્ઠા હતી. મે સુપ્રીમ કોર્ટના મુખ્ય ચીફ જસ્ટિસને તપાસની માંગ કરી છે. અથડામણ કેટલાક અન્ય લોકોને બચાવવા માટે કરવામાં આવી હતી. આ ગુનામાં અસલી ગુનેગારો ક્યારેય સામે નહીં આવે. મહારાષ્ટ્રના લોકો સત્ય જાણે છે.

બીજી તરફ શિવસેના (શિંદે જૂથ)ના નેતા સંજય નિરૂપમે કહ્યું કે બદલાપુર કાંડના આરોપીનું એન્કાઉન્ટર સારા સમાચાર છે. જે લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે હું તેમને એક સવાલ પૂછવા માંગુ છું કે તે આરોપીઓ સાથે ઉભા છે અથવા મહારાષ્ટ્ર પોલીસ સાથે. જ્યારે આ ઘટના બની ત્યારે આ લોકો કહેતા હતા કે આરોપીઓને સાર્વજનિક રીતે સજા મળવી જોઇએ અને આજે તે તેના પર સવાલ ઉઠાવી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો