રામલલાના પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ છતાં કેમ સામેલ ના થયા? - કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કર્યો ખુલાસો
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝારખંડના લાતેહાર અને હજ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઝારખંડના લાતેહાર અને હજારીબાગના બરહીમાં ચૂંટણી સભાને સંબોધી હતી. ખડગેએ દેશમાં તાનાશાહી શાસન લાગુ કરવાના પ્રયાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું કે અપમાનના ડરને કારણે અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થયા નહતા. ખડગેએ કહ્યું કે તે દલિત સમાજમાંથી આવે છે, એવામાં તેમને અપમાનિત થવાનો ડર હતો. આ કારણે તે 22 જાન્યુઆરીએ રામ મંદિરના કાર્યક્રમમાં સામેલ થયા નહતા.
રામલલાના પ્રાણ પ્રતિષ્ઠામાં કેમ સામેલ ના થયા ખડગે
ઝારખંડના ચતરા લોકસભાની નેતરહાટમાં પોતાની પ્રથમ ચૂંટણી સભાને સંબોધતા ખડગેએ પૂછ્યુ, "રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, જે એક આદિવાસી છે, તેમને સંસદ ભવન કે રામ મંદિરમાં 'પ્રાણ પ્રતિષ્ઠા' કાર્યક્રમ માટે આમંત્રિત કેમ કરવામાં ના આવ્યા? પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, જે એક દલિત છે, તેમને સંસદ ભવનના શિલાન્યાસ સમારંભમાં આમંત્રિત કેમ ના કરવામાં આવ્યા?' ખડગેએ દાવો કરતા કહ્યું, 'મને પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું હતું પરંતુ હું ગયો નહતો, કારણ કે મને ડર હતો કે તે તેના તુરંત બાદ પરિસરની શુદ્ધિ કરશે. આ સિવાય મને મૂર્તિ પાસે જવાની પરવાનગી પણ નહીં આપવામાં આવે.'
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, 'અને પછી, તમે (મોદી) દાવો કરો છો કે તમે એક આદિવાસી મહિલા કે દલિત પુરૂષને રાષ્ટ્રપતિ બનાવ્યા. તમે તેમને આમંત્રણ ના આપ્યુ કારણ કે તમે વિચાર્યું હતું કે તમે 'અપવિત્ર' બની જશો. ખડગેએ મતદારોને અપીલ કરતા કહ્યું કે આ પહેલા મોડું થઇ જાય, જાતિ અને સમાજથી ઉપર આવીને મોદીને હરાવવાના છે. કોંગ્રેસ અધ્યક્ષે રેલીમાં એમ સમજાવવાનો પ્રયાસ કર્યો કે વર્તમાન લોકસભાની ચૂંટણી દેશ, બંધારણ, લોકતંત્ર અને અસ્તિત્વ માટે મહત્ત્વપૂર્ણ છે.
કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે કેવી રીતે આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેનને ખોટા કેસમાં જેલમાં નાખવામાં આવ્યા કારણ કે તે ભાજપ સામે ઝુક્યા નહતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેને કહ્યું કે આ વખતની ચૂંટણી તાનાશાહી તાકાતો અને જનતા વચ્ચેની છે. આ ચૂંટણીમાં આપણી જનતા પ્રચંડ જીત તરફ વધી રહી છે.








