મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કોંગ્રેસ નેતાના પરિવારે એક સાથે ઝેર ખાઇ કર્યો આપઘાત, ચાર લોકોના મોત

છત્તીસગઢમાં ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ નેતાએ પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરી છે. આ ઘટના જાંજગી

કોંગ્રેસ નેતાના પરિવારે એક સાથે ઝેર ખાઇ કર્યો આપઘાત, ચાર લોકોના મોત

છત્તીસગઢમાં ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ નેતાએ પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરી છે. આ ઘટના જાંજગીર-ચાંપા જિલ્લાની છે. અહીં કોંગ્રેસ નેતાએ પત્ની અને બે પુત્ર સાથે ઝેર ખાઇને આત્મહત્યા કરી લીધી છે જેમાં મોટા પુત્રનું તરત જ મોત થયું હતું જ્યારે કોંગ્રેસ નેતા, તેમના પત્ની અને નાના પુત્રની સ્થિતિ ગંભીર હતી. ગંભીર હાલતમાં તેમને બિલાસપુરની સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયનું મોત થયું હતું. આ રીતે કોંગ્રેસ નેતાના આખો પરિવાર જ ખતમ થઇ ગયો હતો.

દેવું વધી જતા પરિવારે સામૂહિક આપઘાત કર્યા દાવો

અહેવાલો અનુસાર, ચારની ઓળખ 66 વર્ષીય કોંગ્રેસ નેતા પંચરામ યાદવ, 55 વર્ષીય તેમની પત્ની નંદની યાદવ 28 વર્ષીય પુત્ર નીરજ યાદવ અને 25 વર્ષીય સૂરજ યાદવ તરીકે કરવામાં આવી છે. આ તમામે 30મી ઓગસ્ટના રોજ એકસાથે ઝેર પી લીધું હતું. આખો પરિવાર દેવાથી પરેશાન હતો અને જેના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.

કેવી રીતે કરી આત્મહત્યા?

આ પરિવારે કોઈને ખબર ન પડે તે માટે ઘરના આગળના દરવાજાને તાળું મારી દીધું હતું અને પાછળના દરવાજેથી ગયા બાદ અંદરથી દરવાજો પણ બંધ કરી દીધો હતો. પાડોશમાં રહેતી એક યુવતી તેના ઘરે ગઈ ત્યારે આ વાત સામે આવી. બે-ત્રણ વાર ફોન કરવા છતાં પણ દરવાજો ન ખૂલતાં તેને કંઈક અઘટિત હોવાની શંકા જતાં તેમણે આસપાસના લોકોને જાણ કરી હતી. જ્યારે પાડોશી અને તેના સંબંધીઓ ઘરની અંદર ગયા ત્યારે બધા ગંભીર હાલતમાં પડેલા હતા.

આ સમાચાર શેર કરો