મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહાર ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે 43 નેતાઓને ફટકારી નોટિસ, જાણો શું લગાવ્યા આરોપ

બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ કોંગ્રેસની અનુશાસન સમિતિએ

બિહાર ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે 43 નેતાઓને ફટકારી નોટિસ, જાણો શું લગાવ્યા આરોપ

બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ કોંગ્રેસની અનુશાસન સમિતિએ ઘણા નેતાઓને કારણદર્શક નોટિસ ફટકારી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન આ નેતાઓએ સોશિયલ મીડિયા સહિત જાહેર મંચો પર પાર્ટીની સત્તાવાર લાઇનથી કંઈક અલગ નિવેદનો આપ્યા હતા. જેનાથી પાર્ટીની છબી, પ્રતિષ્ઠા અને ચૂંટણી પ્રદર્શન પર પ્રતિકૂળ અસર પડી હતી.

પ્રદેશ કોંગ્રેસ શિસ્ત સમિતિના અધ્યક્ષ કપિલદેવ પ્રસાદ યાદવના જણાવ્યા અનુસાર તમામ સંબંધિત નેતાઓને 21 નવેમ્બર, 2025 ના રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં શિસ્ત સમિતિને લેખિત ખુલાસા રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

કપિલદેવ પ્રસાદ યાદવે સ્પષ્ટતા કરી કે, જો નિર્ધારિત સમયમર્યાદામાં જવાબ નહીં મળે તો શિસ્ત સમિતિ કડક કાર્યવાહી કરવા માટે મજબૂર થશે. જેમાં કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી છ વર્ષ માટે હકાલપટ્ટીનો પણ સમાવેશ થાય છે. પ્રાદેશિક કોંગ્રેસ શિસ્ત સમિતિએ જણાવ્યું હતું કે, પાર્ટીમાં શિસ્ત અને એકતા સૌથી પ્રાથમિકતા છે. પાર્ટીને નુકસાન પહોંચાડતી કોઈપણ કાર્યવાહીને ગંભીરતાથી લેવામાં આવશે. 

1. અફાક આલમ, પૂર્વ મંત્રી
2. આનંદ માધવ, પૂર્વ પ્રવક્તા, પ્રદેશ કોંગ્રેસ
3. છત્રપતિ યાદવ, પૂર્વ ધારાસભ્ય
4. વીણા શાહી, પૂર્વ મંત્રી
5. ડૉ. અજય કુમાર સિંહ, ભૂતપૂર્વ વિધાન પરિષદ
6. ગજાનંદ શાહી ઉર્ફે મુન્ના શાહી, પૂર્વ ધારાસભ્ય
7. સુધીર કુમાર ઉર્ફે બંટી ચૌધરી, પૂર્વ ધારાસભ્ય
8. કંચના કુમારી, પ્રમુખ, બાંકા જિલ્લા કોંગ્રેસ સમિતિ
9. બચ્ચુ કુમાર બીરુ, પ્રમુખ, સારણ જિલ્લા કોંગ્રેસ સમિતિ
10. રાજ કુમાર રાજન, ભૂતપૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ
11. નાગેન્દ્ર પાસવાન વિકલ, ભૂતપૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ
12. મધુરેન્દ્ર કુમાર સિંહ, સભ્ય, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ
13. પ્રદ્યુમન યાદવ, પ્રમુખ, સ્ટેટ સ્પોર્ટ્સ સેલ
14. સકીલુર રહેમાન, ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ, પ્રદેશ કોંગ્રેસ
15. અશોક ગગન, ભૂતપૂર્વ પ્રવક્તા
16. સૂરજ સિંહા, પ્રવક્તા, પ્રદેશ કોંગ્રેસ
17. ઉર્મિલા સિંહ નીલુ, મહિલા કોંગ્રેસ
18. સુધા મિશ્રા, મહિલા કોંગ્રેસ
19. અબ્દુલ બાકી સજ્જન
20. વાસી અખ્તર
21. રમેશ સિંહ
22. કૈશર ખાન, પૂર્વ મહામંત્રી, પ્રદેશ કોંગ્રેસ
23. કુંદન ગુપ્તા
24. રાજ કુમાર શર્મા, પૂર્વ પ્રમુખ, કિસાન કોંગ્રેસ
25. આશુતોષ શર્મા, ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ, પટણા ગ્રામીણ-1
26. કુમાર સંજીત
27. નીરજ કુમાર
28. રાણા અજય કુમાર સિંહ, ભૂતપૂર્વ ઉમેદવાર
29. રેખા પટેલ, ભૂતપૂર્વ સભ્ય, AICC
30. રીના દેવી, નાલંદા જિલ્લા મહિલા પ્રમુખ
31. અજય પ્રતાપ સિંહ
32. શિવનીતિ સિંહ, ખાગરિયા
33. સુદય શર્મા, પટના મેટ્રોપોલિટન
34. સુનિતા કુમારી
35. આદિત્ય પાસવાન, પૂર્વ ઉપાધ્યક્ષ, સેવાદળ
36. રાહુલ મિશ્રા, સોશિયલ મીડિયા
37. અરવિંદ પાસવાન
38. ખુશ્બુ કુમારી, સભ્ય, રાજ્ય ચૂંટણી સમિતિ
39. રવિ ગોલ્ડન, નાલંદા
40. નિધિ પાંડે
41. રાજીવ મહેતા
42. ધીરેન્દ્ર કુમાર સિંહ, ઔરંગાબાદ
43. રવિ સિંહ રાજપૂત, ઔરંગાબાદ

આ સમાચાર શેર કરો