સુરત-ઇન્દોર પછી કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો, આ શહેરમાં ઉમેદવારે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો
સુરત, ઇન્દોર પછી કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓરિસ્સાના પુરીમાં કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મ

સુરત, ઇન્દોર પછી કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓરિસ્સાના પુરીમાં કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. મોહંતીએ આરોપ લગાવ્યો કે પાર્ટી કોઇ ફાઇનાન્શિયલ સપોર્ટ કરતી નથી. પાર્ટી ફંડિંગ વગર ચૂંટણી કેમ્પેઇન કરવું મારા માટે શક્ય નથી માટે હું ચૂંટણી લડવાનો ઇનકાર કરૂ છું. મહત્ત્વપૂર્ણ છે કે પુરી બેઠક પર સંબિત પાત્રા ભાજપના ઉમેદવાર છે.
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચારિતાએ કહ્યું, પુરી સંસદીય વિસ્તારમાં કેમ્પેઇન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કર્યો છે. જ્યારે મે ઓરિસ્સા કોંગ્રેસના પ્રભારી ડૉ. અજોય કુમારને જણાવ્યું તો તેમને સ્પષ્ટ કહ્યું કે તમે ખુદ તેની વ્યવસ્થા કરો.
સુચારિતાએ કહ્યું, હું પ્રોફેશનલ જર્નાલિસ્ટ હતી. 10 વર્ષ પહેલા મે ચૂંટણી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.પ્રગતિશીલ રાજકારણ માટે પબ્લિક ડોનેશન ડ્રાઇવ પણ ચલાવી પરંતુ કોઇ ખાસ સફળતા મળી નહતી.
હું પૈસા ભેગા ના કરી શકી- કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર
કોંગ્રેસના ઉમેદવાર સુચારિતાએ કહ્યું કે હું પોતાના દમ પર પૈસા ભેગા કરી શકી નહતી, માટે મે તમામ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વના તમામ દરવાજા ખખડાવ્યા અને પુરી સંસદીય બેઠક પર ચૂંટણી કેમ્પેઇન માટે જરૂરી ફંડ આપવાનો આગ્રહ કર્યો હતો પણ મને કોઇ સહયોગ મળ્યો નહતો. સુચારિતાએ કહ્યું કે આ સ્પષ્ટ છે કે માત્ર ફંડની કમી અમને પુરીમાં વિજયી અભિયાનથી રોકી રહી છે.








