મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કન્નડ કર્ણાટકની સત્તાવાર ભાષા હોવા છતાં ઉર્દૂ કેમ થોપી? કોંગ્રેસ સરકારના નિર્ણય સામે રાજ્યમાં બબાલ

કર્ણાટક સરકારે આંગણવાડી શિક્ષકો માટે ઉર્દૂમાં નિપુણતા ફરજિયાત કરવાના નિર્ણયથી રાજકીય ગરમાવો પેદા થયો

કન્નડ કર્ણાટકની સત્તાવાર ભાષા હોવા છતાં ઉર્દૂ કેમ થોપી? કોંગ્રેસ સરકારના નિર્ણય સામે રાજ્યમાં બબાલ

કર્ણાટક સરકારે આંગણવાડી શિક્ષકો માટે ઉર્દૂમાં નિપુણતા ફરજિયાત કરવાના નિર્ણયથી રાજકીય ગરમાવો પેદા થયો છે. CM સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે થોડા દિવસ અગાઉ મુદિગેરે અને ચિકમગલુર જેવા મુસ્લિમ બહુમતિ ધરાવતા જિલ્લાઓમાં ઉર્દૂ ભાષા ફરજિયાત બનાવવાનો આદેશ જારી કર્યો છે. મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં આંગણવાડી શિક્ષકો માટે ઉર્દૂમાં નિપુણતાને ફરજિયાત માપદંડ બનાવવાના રાજ્ય સરકારના નિર્ણયને પગલે ઘણા લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

કોંગ્રેસ સરકાર પર મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ

કર્ણાટકમાં આંગણવાડી શિક્ષકો માટે ઉર્દૂમાં નિપુણતા ફરજિયાત કરવા મુદ્દે  ભાજપ દ્વારા રાજ્યની સિદ્ધારમૈયા સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. વિપક્ષે કોંગ્રેસ સરકાર પર મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતા નલિન કુમાર કાતિલે આક્ષેપ કરતા કહ્યું કે, રાજ્ય સરકારનો આ નિર્ણય કન્નડ ભાષી ઉમેદવારોના અધિકારોનું હનન છે. સરકારનો આ નિર્ણય રાજ્યની ભાષાકીય એકતાને નબળી પાડી શકે છે. ભાજપે કોંગ્રેસ પર કન્નડ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે.

https://twitter.com/BJP4Karnataka/status/1838239603804762172
 
બીજેપી નેતા ટીએન રવિએ કહ્યું, "નિઝામે હૈદરાબાદ, કર્ણાટક પ્રદેશમાં ઉર્દૂને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમના સમય દરમિયાન કન્નડ શાળાઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. નિઝામનો આત્મા કોંગ્રેસમાં રહે છે. તેમના સમય દરમિયાન ટીપુ (સુલતાન) એ  કન્નડના વિરોધમાં ફારશી ભાષા થોપવાનો પ્રયાસ કર્યો હતો. આજે કોંગ્રેસ ટીપુ અને નિઝામના સપનાને વાસ્તવિકતામાં ફેરવવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ કન્નડ વિરોધી છે.  

ઉર્દૂની આવશ્યકતા અંગે ટીકા

તમામ રાજ્યોમાં ગ્રામીણ અને સ્થાનિક સ્તરે આંગણવાડી કાર્યકરો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સ્થાનિક વસ્તી સાથે વાતચીત કરીને સરકારી યોજનાઓનો યોગ્ય રીતે અમલ કરાવવાની જવાબદારી આંગણવાડી કાર્યકરોની છે. ઉર્દૂને ફરજિયાત બનાવીને સરકાર સ્થાનિક કામદારો અને કન્નડ અથવા અન્ય ભાષાઓ બોલતા સમુદાય વચ્ચે વિખવાદ ઊભો કરવાનું જોખમ લઈ રહી છે. 

કર્ણાટકમાં ઘણા કન્નડ તરફી જૂથો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે સ્થાનિક બહુમતી વસ્તી કન્નડ બોલે છે. તેમના માટે અન્ય કોઈ ભાષાને પ્રાધાન્ય આપવું એ રાજ્યની ભાષાકીય ઓળખ પર હુમલો છે. અગાઉ અહીં હિન્દી ભાષા થોપવાના પ્રયાસોનો વિરોધ કર્યો હતો.  

આ સમાચાર શેર કરો