મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : રામ મંદિર દાન ચોરી મામલે આઠ શખ્સો સામે ફરિયાદ

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના ચઢાવામાં કથિત ગોટાળા મામલે હવે કાયદાકીય કાર્યવા

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના ચઢાવામાં કથિત ગોટાળા મામલે હવે કાયદાકીય કાર્યવાહી તેજ બની છે. એસઆઈટીની ભલામણ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય શ્રી કૃષ્ણ મોહનની ફરિયાદના આધારે રામજન્મભૂમિ કોતવાલીમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. યુપી સરકારના નિર્દેશ પર નોંધાયેલી આ ફરિયાદમાં રમાશંકર યાદવ,  અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રમાશંકર મિશ્રા, સુભાષ, કરુણેશ અને લવકુશ મિશ્રા એમ કુલ આઠ વ્યક્તિઓને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે. બીએનસીની વિવિધ ગંભીર કલમો હેઠળ નોંધાયેલા આ કેસમાં ચોરી, ગબન, છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને વિશ્વાસઘાત જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવેલા તથ્યોના આધારે આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે,

આ સમાચાર શેર કરો