VIDEO: ઉત્તર પ્રદેશના પવિત્ર તીર્થધામ અયોધ્યામાં આવેલા પ્રસિદ્ધ રામ કી પૈડી ખાતે ઘાટોની સ્વચ્છતા અને જાળવણી માટે પાણીનો પ્રવાહ અસ્થાયી ધોરણે રોકી દેવામાં આવ્યો
સોર્સ : GSTV
ઉત્તર પ્રદેશના પવિત્ર તીર્થધામ અયોધ્યામાં આવેલા પ્રસિદ્ધ ખાતે ઘાટોની સ્વચ્છતા અને જાળવણી માટે પાણીનો પ્રવાહ અસ્થાયી ધોરણે રોકી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા સરયૂ નદીના તટ અને રામ કી પૈડીના વિવિધ ઘાટો પર જામી ગયેલા કાદવ-કચરાને સાફ કરવા અને સમારકામ કરવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં આવનારા શ્રદ્ધાળુઓને શુદ્ધ જળ અને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે હેતુથી આ સઘન સફાઈ અભિયાન હાથ ધરાયું છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, ઘાટોની આ સફાઈ અને જાળવણીની કામગીરી આગામી ૨૦ જૂન સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. કામગીરી પૂર્ણ થયા બાદ રામ કી પૈડીમાં ફરીથી સરયૂ નદીનું પવિત્ર જળ છોડવામાં આવશે. ત્યાં સુધી સ્થાનિક તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

