મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

18મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રારંભ, PM મોદી સહિત નવા ચૂંટાયેલા સાંસદોએ લીધા શપથ

18મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રારંભ થયો છે. પ્રોટેમ સ્પીકર ભર્તુહરી મહતાબે વડાપ્રધાન મોદી અને ચૂંટાયે

18મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રારંભ, PM મોદી સહિત નવા ચૂંટાયેલા સાંસદોએ લીધા શપથ

18મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રારંભ થયો છે. પ્રોટેમ સ્પીકર ભર્તુહરી મહતાબે વડાપ્રધાન મોદી અને ચૂંટાયેલા નવા સાંસદોને શપથ લેવડાવ્યા હતા.

PM મોદીએ સાંસદ તરીકે શપથ લીધા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંસદ તરીકે શપથ લીધા હતા.

કેબિનેટ મંત્રી નીતિન ગડકરીએ સાંસદ તરીકે શપથ લીધા હતા

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સાંસદ તરીકે શપથ લીધા હતા.

સીઆર પાટિલ અને ડૉ. જિતેન્દ્રસિંહે સાંસદ તરીકે શપથ લીધા હતા.

સંસદ ભવન પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન

સંસદ ભવન પરિસરમાં વિપક્ષે પ્રદર્શન કર્યું હતું. INDIA ગઠબંધન સંસદ પરિસરમાં બંધારણની કોપી લઇને પહોંચ્યા હતા.

આ વખતે સત્રનો કેવો છે એજન્ડા? 

રાષ્ટ્રપતિ 27 જૂને સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ત્યારપછી રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 28 જૂને શરૂ થશે. વડાપ્રધાન 2 અથવા 3 જુલાઈએ ચર્ચાનો જવાબ આપશે. આ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે અને 10 દિવસમાં કુલ 8 બેઠકો યોજાશે. 

આ સમાચાર શેર કરો