મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ક્લાસમાં દાઢી કપાવીને આવજો: કોલેજના આદેશ પર વિદ્યાર્થીઓ થયા ગુસ્સે

કાશ્મીરી વિદ્યાર્થીઓને દાઢી ટ્રીમ કરવા અથવા ક્લીન શેવ કરવા માટે કહેવામાં આવ્યું છે. તે

ક્લાસમાં દાઢી કપાવીને આવજો: કોલેજના આદેશ પર વિદ્યાર્થીઓ થયા ગુસ્સે
  • કાશ્મીરી વિદ્યાર્થીઓને દાઢી ટ્રીમ કરવા અથવા ક્લીન શેવ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે દાઢી રાખવાને કારણે તેમની ગેરહાજરી વર્ગમાં નોંધાય છે

કર્ણાટકની એક કોલેજમાં ભણતા જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે બળજબરીથી તેમની દાઢી કાપવામાં આવી રહી છે. કોલેજ પ્રશાસને કડક શબ્દોમાં કહ્યું છે કે કાં તો તેમણે દાઢી ટ્રીમ કરાવી પડશે અથવા તો ક્લીન શેવ કરવી પડશે. હાસન જિલ્લાની સરકારી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે તેમને દાઢી નહિ કપાવે તો ક્લિનિકની પ્રવૃત્તિઓમાંથી ગેરહાજર રાખવામાં આવે છે.

આ પણ વાંચો : લવ જિહાદનો ભોગ બની હતી મિસ ઇન્ડિયા ગેલેક્સી; ગૌમાંસ ખાવા પણ થવું પડ્યું મજબૂર 

વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, અહીં લગભગ 24 કાશ્મીરી વિદ્યાર્થીઓ છે અને તેમને દાઢી ટ્રીમ કરવા અથવા ક્લીન શેવ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે દાઢી રાખવાને કારણે તેમની ગેરહાજરી વર્ગમાં નોંધાય છે અને તેથી તેમનો શૈક્ષણિક રેકોર્ડ પણ બગડી રહ્યો છે.

વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક અને ધાર્મિક અધિકારોનું ઉલ્લંઘન

જમ્મુ અને કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશને આ મામલે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખીને તેમની દરમિયાનગીરીની માંગ કરી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ પર દાઢી કપાવવા માટે દબાણ કરીને વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક અને ધાર્મિક અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ પત્રમાં જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ, કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓને દાઢી કપાવવાનો આદેશ આપ્યો છે. દાઢી ધરાવતા વિદ્યાર્થીઓને ગેરહાજર જાહેર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમના શિક્ષણને અસર થઈ રહી છે.

ક્લિનિકલ ડ્યુટી માટે સ્વચ્છતા જાળવણી જરૂરી

કોલેજ પ્રશાસને કહ્યું છે કે તેઓ કોઈ ચોક્કસ જૂથને નિશાન બનાવી રહ્યાં નથી. કોલેજના ક્લિનિકલ ઈન્સ્પેક્ટર વિજય કુમારે કહ્યું કે તમામ વિદ્યાર્થીઓને સૂચનાઓ આપવામાં આવી છે. અહીંના સ્થાનિક વિદ્યાર્થીઓ પણ આમાં સામેલ છે. ક્લિનિકલ ડ્યુટી માટે સ્વચ્છતા જાળવણી જરૂરી છે અને તેથી આ નિયમો બનાવવામાં આવ્યા હતા. કોલેજના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોલેજ તરફથી સૂચનાઓ હોવા છતાં વિદ્યાર્થીઓ તેનું પાલન કરી રહ્યાં નથી. આ વખતે કડક ચેતવણી આપવામાં આવી રહી છે.

કોલેજ પ્રશાસને એમ પણ કહ્યું હતું કે કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘણીવાર વર્ગ ચૂકી જાય છે અને ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપે છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની સૂચના બાદ, કોલેજ પ્રશાસને કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી અને પછી તેમને તેમની ધાર્મિક માન્યતાઓનું પાલન કરવાની મંજૂરી આપી.

આ સમાચાર શેર કરો