CM ભૂપેન્દ્ર પટેલ અને PM મોદી મહાકુંભમાં થશે સામેલ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
મહાકુંભનો આજે 9મો દિવસ છે. અત્યાર સુધી 9 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં શાહી સ્નાન કરી ચુક્

મહાકુંભનો આજે 9મો દિવસ છે. અત્યાર સુધી 9 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં શાહી સ્નાન કરી ચુક્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ મહાકુંભમાં સામેલ થશે.
3 ફેબ્રુઆરીએ મહાકુંભમાં જશે ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 3 ફેબ્રુઆરીએ મહાકુંભમાં જશે. ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ શાહી સ્નાન કરવા જશે, તેમની સાથે કેટલાક કેબિનેટ મંત્રીઓ પણ જઇ શકે છે. CM ભૂપેન્દ્ર પટેલ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ મુલાકાત કરી શકે છે.
5 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી મહાકુંભમાં જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં જશે જ્યારે 1 ફેબ્રુઆરીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહાકુંભમાં જશે.
ગૌતમ અદાણી આજે મહાકુંભમાં જશે
બિઝનેસમેન ગૌતમ અદાણી આજે મહાકુંભમાં જશે. સંગમમાં પૂજા-અર્ચના બાદ હનુમાનજીના દર્શન કરશએ. તે ઇસ્કોન પંડાલમાં ભંડારામાં પણ સામેલ થશે.








