મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉત્તર પ્રદેશમાં એક શિફ્ટમાં જ યોજાશે પરીક્ષા, પ્રદર્શન બાદ UPPSCએ વિદ્યાર્થીઓની વાત સ્વીકારી

ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (UPPSC)એ વિદ્યાર્થીઓના ચાર દિવસના પ્રદર્શન બાદ તેમની વાત સ્વીકારી લીધી છે. હ

ઉત્તર પ્રદેશમાં એક શિફ્ટમાં જ યોજાશે પરીક્ષા, પ્રદર્શન બાદ UPPSCએ વિદ્યાર્થીઓની વાત સ્વીકારી

ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (UPPSC)એ વિદ્યાર્થીઓના ચાર દિવસના પ્રદર્શન બાદ તેમની વાત સ્વીકારી લીધી છે. હવે ઉત્તર પ્રદેશમાં UPPSCની એક જ શિફ્ટમાં પરીક્ષા યોજાશે. મહત્ત્વપૂર્ણ છે કે, UPPSCના નિર્ણય સામે ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓ આયોગની બહારના બેરિકેડ તોડીને ઓફિસ તરફ આગળ વધ્યા હતા. આ દરમિયાન સ્થળ પર ભારે સુરક્ષાદળોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

પરીક્ષાર્થી અને પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ

ચોથા દિવસે સવારથી જ વિદ્યાર્થી આયોગની બહાર પોતાની માંગને લઇને નારા લગાવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ આયોગની બહાર આખી રાત પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જ્યારે પોલીસે પ્રદર્શનકારીઓને હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે 11 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. તે તમામ કોચિંગની લાઇબ્રેરીને બળજબરી બંધ કરાવી રહ્યાં હતા.

આ પણ વાંચો: રાજસ્થાનના ટોંકમાં ભડકી હિંસા: પ્રદર્શનકારીઓએ 100 ગાડી ફૂંકી મારી, જાણો શું છે ઘટના

એક શિફ્ટમાં પરીક્ષાની માંગ કરી રહ્યાં હતા વિદ્યાર્થીઓ

ઉત્તર પ્રદેશ લોક સેવા આયોગે PCS પ્રીલિમ્સ 2024 અને RO/ARO પ્રીલિમ્સ 2023 પરીક્ષાઓના બે દિવસમાં બે શિફ્ટમાં આયોજિત કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયનો પરીક્ષાર્થીઓ વિરોધ કરી રહ્યાં હતા. પરીક્ષાર્થી યુપી PCS 2024 અને RO ARO 2023ની પ્રાથમિક પરીક્ષા પહેલાની જેમ જ એક દિવસ અને એક જ શિફ્ટ કરવાની માંગ કરી રહ્યાં હતા

આ સમાચાર શેર કરો