મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દિલ્હીમાં 1 નવેમ્બરે ઈન્ડિયા ગઠબંધનની રેલીને CJPનું સમર્થન, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

સોર્સ: gstv

કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPએ 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી ઈન્ડિયા ગઠબંધનની રેલીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. સ્પેશિયલ સમરી રિવિઝન એટલે કે SIRની પ્રક્રિયાને લઈને પાર્ટીએ ચિંતા વ્યક્ત કરી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તથા ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે. CJPએ જણાવ્યું છે કે દરેક પાત્ર મતદારને મતદાનનો અધિકાર મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. પાર્ટીએ મુક્ત અને ન્યાયી ચૂંટણીની માંગ સાથે વિપક્ષી ગઠબંધનની રેલીને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત CJPએ ‘જ્ઞાનેશ કુમારે જવું જ પડશે’નો નારો આપીને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ પણ કરી છે.

આ સમાચાર શેર કરો