Video: વાવાઝોડું ‘અર્નબ’નું આંધ્રપ્રદેશમાં તાંડવ, 5ના મોત, 13 જિલ્લામાં પૂરનું એલર્ટ

વાવાઝોડું અર્નબ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકતાં ભારે તબાહી સર્જાઈ છે. 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનો અને મુશળધાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યમાં અલગ અલગ ઘટનાઓમાં 5 લોકોના મોત થયા છે અને ભારે નુકસાન થયું છે. આ તોફાનની અસર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને છત્તીસગઢ સુધી જોવા મળી રહી છે. હવામાન વિભાગે આંધ્રપ્રદેશના 13 જિલ્લાઓમાં અચાનક પૂર આવવાની ચેતવણી જાહેર કરી છે. સંભવિત ખતરાને ધ્યાને રાખીને અત્યાર સુધીમાં આશરે 57 હજાર લોકોને સુરક્ષિત રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા. વાવાઝોડાના કારણે હવાઈ સેવાઓ પર ગંભીર અસર પડી છે. વિશાખાપટ્ટનમ, વિજયવાડા અને રાજમુંદરી એરપોર્ટ પર ફ્લાઈટ્સ ખોરવાઈ ગઈ હતી. એર ઈન્ડિયાએ 6 અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 13 ફ્લાઈટ્સ રદ કરી, જ્યારે ઈન્ડિગોએ વિશાખાપટ્ટનમ ખાતેનું સંચાલન સ્થગિત કરી દીધું હતુ.







