ચિરાગ પાસવાનની પાર્ટીના ઉમેદવાર સીમા સિંહનું ફોર્મ નામંજૂર, મઢૌરા વિધાનસભા બેઠકના 4 ઉમેદવારોના ફોર્મ રદ
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા NDA ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. છપરા જિલ્લાની મધૌરા વિધાનસભા બેઠક

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા NDA ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. છપરા જિલ્લાની મધૌરા વિધાનસભા બેઠક પરથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર એક્ટ્રેસ સીમા સિંહનું ઉમેદવારી ફોર્મ નામંજૂર થયું છે. સીમા સિંહ એક જાણીતી ભોજપુરી ફિલ્મ અભિનેત્રી છે અને તાજેતરમાં ચિરાગ પાસવાનની પાર્ટીમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
છપરા જિલ્લાની મઢૌરા બેઠક પરથી ચાર ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા છે. તેમાં સૌથી અગ્રણી ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીના ઉમેદવાર સીમા સિંહ છે. આ સિવાય અલ્તાફ આલમ રાજુ, અપક્ષ ઉમેદવાર વિશાલ અને બસપાના આદિત્યના ઉમેદવારી પત્રો પણ રદ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે ચકાસણી દરમિયાન આ કાર્યવાહી કરી હતી. સીમા સિંહના દસ્તાવેજોમાં કેટલીક ખામીઓ જોવા મળતાં પંચે તેમનું ઉમેદવારી પત્ર રદ કર્યું છે.
એ નોંધવું જોઈએ કે મઢૌરા બેઠક માટે મતદાન પ્રથમ તબક્કામાં એટલે કે 6 નવેમ્બરે થવાનું છે. પ્રથમ તબક્કામાં 243 બેઠકોમાંથી 121 બેઠકો પર ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર નક્કી કરી હતી. હવે નામાંકન સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય હવે આ બેઠક મહાગઠબંધન જીતે તેવું નિશ્ચિત મનાઈ રહ્યું છે. જો કે, ચૂંટણી પંચે હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી.
ચિરાગ પાસવાને 29 બેઠકોમાંથી 28 બેઠકો જાળવી રાખી છે. બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે. NDAના વિભાગમાં, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ને 29 બેઠકો મળી હતી. હવે નામાંકન રદ થવાને કારણે NDA એ મઢૌરા બેઠક ગુમાવી છે. સાથે ચિરાગ પાસવાન પાસે હવે 28 સીટો છે.




