ચીને તેના સૌથી અદ્યતન ફાઈટર જેટ સિક્કિમથી 150 કિમી દૂર તૈનાત કર્યા : રિપોર્ટ
ચીને સિક્કીમની સરહદ નજીક તેના અત્યાધુનિક જે-૨૦ સ્ટીલ્થ ફાઇટર ગોઠવ્યા છે. ૨૭મી

ચીને સિક્કીમની સરહદ નજીક તેના અત્યાધુનિક જે-૨૦ સ્ટીલ્થ ફાઇટર ગોઠવ્યા છે. ૨૭મી મેના રોજની સેટેલાઇટ ઇમેજિસમાં આ સ્પષ્ટ દેખાઈ આવ્યું છે. આ એડવાન્સ્ડ જેટ ફાઇટર્સ તિબેટના બીજા નંબરના સૌથી મોટા શહેર શિંગાત્સેના એરપોર્ટ પર ગોઠવવામાં આવ્યા છે. સિવિલિયિયન કમ મિલિટરી એરપોર્ટ ૧૨,૪૦૮ ફૂટની ઊંચાઈ પર આવેલું છે. તેથી તે વિશ્વની સૌથી ઊંચાઈ પરના એરપોર્ટમાં એક છે. એકેજે ૫૦૦ એરબોર્ન અર્લી વોર્નિંગ અનેકંટ્રોલ એરક્રાફ્ટ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.
ભારતીય હવાઈદળ જે૨૦ ફાઇટર્સની ઉપલબ્ધતા અંગે જાણે છે. તેમણે આ મુદ્દે કોઈપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. જે૨૦ જેટ ફાઇટરને ચીનના અત્યાધુનિક ફાઇટર પ્લેન છે, આ એરક્રાફ્ટ ચીનના પૂર્વી પ્રાંતમાં ગોઠવવામાં આવ્યા છે. આ એરક્રાફ્ટ તિબેટમાં અને ભારતીય સરહદની ઘણા નજીક સ્પષ્ટ દેખાય છે.
ભારત પાસે જે-૨૦નો મુકાબલો કરે તેવા ફ્રેન્ચ બનાવટના ૩૬ રાફેલ ફાઇટર છે. તેમા આઠ તાજેતરમાં અમેરિકામાં અલાસ્કા ખાતે એર કોમ્બેટ એક્સેસાઇઝ કરવા ગયા છે. બીજી મહત્ત્વની વાત એ છે કે ચીનના જે-૨૦ પશ્ચિમ બંગાળમાં હાસિમરાથી માંડ ૨૯૦ કિ.મી. દૂર આવેલા છે. ભારતે ત્યાં ૧૬ રાફેલ ગોઠવ્યા છે.
ચીને કંઈ જે-૨૦ તિબેટમાં પહેલી જ વખત ગોઠવ્યા છે તેવું નથી. આ જેટને ચીનના ઝિનઝિયાંગ પ્રાંતમા હોટન ખાતે ૨૦૨૦ અને ૨૦૨૩ની વચ્ચે ગોઠવવામાં આવ્યા હતા. આ જે૨૦ની અત્યાર સુધીની સૌથી મોટી ગોઠવણી માનવામાં આવે છે.
રાડારમાં પણ ન પકડાય તેવા છે સ્ટીલ્થ ફાઇટર
ચેંગડુ જે-૨૦ માઇટી ડ્રેગન તરીકે પણ જાણીતું છે. તે ટ્વીન એન્જિન સ્ટીલ્થ ફાઇટર છે. તેને ૨૦૧૭માં ઉપયોગમાં લેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેટલાક અહેવાલ સૂચવે છે કે ચીને રાડારમાં પણ ન પકડાય તેવા ૨૫૦ સ્ટીલ્થ ફાઇટર ભારતીય સરહદની નજીક ગોઠવ્યા હોવાનું માનવામાં આવે છે.
આ ફાઇટરના સમાવેશ સાથે ચીન વિશ્વમાં ઓપરેશનલી ફિલ્ડ સ્ટીલ્થ જેટ ફાઇટર ધરાવતો ત્રીજો દેશ બની ગયો છે. આ જેટ સતત આધુનિકીકરણ પામેલા સેન્સરથી સજ્જ છે. તેની મુખ્ય ભૂમિકા એર સુપીરિયારિટી ફાઇટરની છે. આ જેટ ચીનના સૌથી વધુ એડવાન્સ્ડ એર-ટુ-એર મિસાઇલ ધરાવે છે. તેમા પીએલ ૧૫ લોંગ રેન્જ એર-ટુ-એર મિસાઇલ છે, જે ૩૦૦ કિ.મી. દૂરના એરિયલ ટાર્ગેટને વીંધવા સક્ષમ છે.
તાઇવાનની સ્વતંત્રતાનો અર્થ યુદ્ધની ધમકી : ચીન
ચીનના લશ્કરે ગુરુવારે ચેતવણી આપી હતી કે તાઇવાનની સ્વતંત્રતાનો અર્થ યુદ્ધ થાય છે અને જણાવ્યું હતું કે તેઓ તેમનાથી છૂટા પડેલા ટાપુ પર અલગતાવાદી પ્રવૃત્તિઓને ડામવા અને વિદેશી દરમિયાનગીરીને ટાળવા માટે જરુરી પગલાં લેવાય તૈયાર છે. તાઇવાનનું ચીન સાથેનું જોડાણ ટાળી ન શકાય તેવી હકીકત છે અને પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) તાઇવાનની સ્વતંત્રતાનો પ્રતિકાર કરવા જરુરી બધાં જ પગલાં લેવા તૈયાર છે. તાઇવાનના નવા ચૂંટાયેલા નેતા લાઈ ચિંગે ૨૦ મેથી કાર્યભાર સંભાળ્યો ત્યારે શપથવિધિ દરમિયાન સ્વતંત્રતા તરફી ભાષણ આપ્યું તેના પ્રતિસાદમાં વુએ જણાવ્યું હતું. ૬૪ વર્ષીય લાઇ વિલિયમ લાઇ તરીકે જાણીતા છે અને તેઓ ત્સાઇ ઇંગ વેનના તાઇવાનની સ્વતંત્રતાના સમર્થક પક્ષ (ડીપીપી)ના નવા પ્રમુખ બન્યા છે. ચીનનું માનવું છે કે તાઇવાન બળવાખોર પ્રાંત છે અને અને તેનું મુખ્ય જમીન સાથે જોડાણ થવું જ જોઈએ અને પછી તે બળજબરીથી કેમ ન થાય.







