મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નર્સરીના બાળકે ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને મારી ગોળી, બેગમાં બંદૂક લઇને સ્કૂલ પહોંચ્યો હતો

બિહારના સુપૌલ જિલ્લાના ત્રિવેણીગંજમાં ચોકાવનારી ઘટના સામે આવી છે. બિહારમાં નર્સરીના બાળકે

નર્સરીના બાળકે ત્રીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને મારી ગોળી, બેગમાં બંદૂક લઇને સ્કૂલ પહોંચ્યો હતો

બિહારના સુપૌલ જિલ્લાના ત્રિવેણીગંજમાં ચોકાવનારી ઘટના સામે આવી છે. બિહારમાં નર્સરીના બાળકે ત્રીજા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીને ગોળી મારી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્કૂલમાં પહોંચી હતી અને તપાસ કરી રહી છે કે પાંચ વર્ષના બાળક પાસે હથિયાર કેવી રીતે આવ્યું.

પોલીસ અધિકારી શૈશવ યાદવ અનુસાર, "નર્સરીના વિદ્યાર્થીએ 10 વર્ષના વિદ્યાર્થીને ગોળી મારી હતી, જે તે સ્કૂલમાં ધોરણ 3માં ભણે છે. ગોળી તેના હાથમાં લાગી હતી. ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે વિદ્યાર્થી સ્કૂલમાં બંદૂક લઇને કેવી રીતે પહોંચ્યો."

ન્યૂઝ એજન્સી અનુસાર, જિલ્લાના પોલીસ વડાએ કહ્યું, અમે જિલ્લાભરની સ્કૂલમાં સુનિશ્ચિત કરવા કહીએ છીએ કે વિદ્યાર્થીઓની બેહ નિયમિત આધાર પર સારી રીતે તપાસવામાં આવે. આ ઘટનાથી માતા-પિતા અને વાલીઓમાં ચિંતા ઉભી થઇ છે.

આ સમાચાર શેર કરો