Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Chief Justices and judges of so many countries will be present at the swearing-in of the country's new CJI Surya Kant

CJI સૂર્યકાંતના શપથગ્રહણમાં પહેલીવાર ધરખમ ફેરફાર કરાયા, જાણો વિગત

Timeછેલ્લું અપડેટ : 22 Nov 2025
લાઇવ ટીવીGoogle News
CJI સૂર્યકાંતના શપથગ્રહણમાં પહેલીવાર ધરખમ ફેરફાર કરાયા, જાણો વિગત
સોર્સ : GSTV

CJI: દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા સૂર્યકાંત એવા પહેલા સીજેઆઈ હશે જેઓના શપથ સમારોહમાં 6 દેશના ચીફ જસ્ટિસ અને જજ સિવાય તેઓના પરિવારજનો પણ હાજર રહેવાના છે. જસ્ટિસ સૂર્યકાંતનો શપથ ગ્રહણ 24 નવેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં થશે.

App Store

સોમવારે જસ્ટિસ સૂર્યકાંત ભારતના નવા અને 53મા સીજેઆઈ તરીકે શપથ લેવાના છે. રવિવારે વર્તમાન સીજેઆઈ બીઆર ગવઈનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે. પરંતુ પ્રથમવાર એવું થઈ રહ્યું છે કે રાષ્ટ્રપતિ ભવનમાં નવા ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાના શપથગ્રહણ દરમ્યાન 6 દેશના સીજેઆઈ, જજ અને તેઓના પરિવારજનો હાજર રહેશે. જસ્ટિસ સૂર્યકાંતને નવા સીજેઆઈ તરીકે રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મુર્મૂ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
 
6 દેશના સીજેઆઈ, જજ સામેલ થશે
મળતી માહિતી અનુસાર, આગામી સીજેઆઈ જસ્ટિસ સૂર્યકાંતના શપથ ગ્રહણ સમારોહમાં આ વખતે 6 દેશના એક ડઝનથી વધુ જજ અને ચીફ જસ્ટિસ સામેલ થવાના છે. આવું પહેલીવાર બની રહ્યું છે, કે જ્યારે ભારતના મુખ્ય ન્યાયાધિશના શપથગ્રહણ સમારોહમાં ન્યાયપાલિકા સાથે સંકળાયેલું આટલું મોટું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ હાજર રહેશે. 

જસ્ટિસ સૂર્યકાંત કોણ છે?
ન્યાયાધીશ સૂર્યકાંત CJI બીઆર ગવઈ પછી સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે અને તેમને દેશના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. 10 ફેબ્રુઆરી, 1962ના રોજ હરિયાણાના હિસાર જિલ્લામાં એક મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા ન્યાયાધીશ સૂર્યકાંતને 24 મે, 1979ના રોજ સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ અગાઉ, તેઓ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. ન્યાયાધીશ સૂર્યકાંત 1981માં સરકારી પોસ્ટ ગ્રેજ્યુએટ કૉલેજ, હિસારમાંથી સ્નાતક થયા. 1984માં, તેમણે મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતકમાંથી કાયદાની ડિગ્રી મેળવી. થોડા સમય પછી, તેમણે હિસાર જિલ્લા કોર્ટમાંથી કાયદાની પ્રેક્ટિસ શરૂ  કરી હતી. 

6 દેશના જજ, સીજેઆઈ અને તેઓના પરિવારજનોની યાદી નીચે મુજબ છે

 1) નેપાળ

નેપાળના મુખ્ય ન્યાયાધીશ ન્યાયાધીશ પ્રકાશ માનસિંહ રાઉત

નેપાળની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સપના પ્રધાન મલ્લા

જસ્ટિસ સપનાના પતિ અશોક બહાદુર મલ્લા

નેપાળની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને વર્તમાન મંત્રી

ઉર્સિલા સિંહા, અનિલ કુમાર સિંહાના પત્ની

2) ભૂટાન

જસ્ટિસ લિયોનપો નોર્બુ ત્શેરિંગ, ભૂટાનના મુખ્ય ન્યાયાધીશ

લ્હાદેન લોટે, ન્યાયાધીશ ત્શેરિંગના પત્ની

3) કેન્યા

જસ્ટિસ માર્થા કૂમ, કેન્યાની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને પ્રમુખ

જસ્ટિસ સુસાન ન્જોકી ન્દુંગુ, ન્યાયાધીશ, કેન્યાની સુપ્રીમ કોર્ટ

4) મલેશિયા

જસ્ટિસ તાન શ્રી દાતુક નલિની પથમનાથન, ન્યાયાધીશ, ફેડરલ કોર્ટ ઓફ મલેશિયા

પશુપતિ શિવપ્રગાસમ, ન્યાયાધીશ નલિનીના પતિ

5) મોરેશિયસ

જસ્ટિસ બીબી રેહાના મુંગલી ગુલબુલ, મોરેશિયસના મુખ્ય ન્યાયાધીશ

રેબેકા હન્ના બીબી ગુલબુલ, મોરેશિયસના મુખ્ય ન્યાયાધીશની પુત્રી

6) શ્રીલંકા

જસ્ટિસ પી. પદ્મન સુરાસેના, શ્રીલંકાના મુખ્ય ન્યાયાધીશ

સેપાલિકા સુરાસેના, શ્રીલંકાના મુખ્ય ન્યાયાધીશના પત્ની

જસ્ટિસ એસ. થુરૈરાજા, ન્યાયાધીશ, શ્રીલંકાના સુપ્રીમ કોર્ટ

શશિકલા થુરૈરાજા, ન્યાયાધીશ થુરૈરાજાના પત્ની

જસ્ટિસ અહેમદ નવાઝ, ન્યાયાધીશ, શ્રીલંકાના સુપ્રીમ કોર્ટ

રિઝાન ધલિપ નવાઝ, ન્યાયાધીશ નવાઝના પત્ની