Video: 2 વિમાન, 6 પ્લોટ... અનીલ અંબાણી ગ્રુપ પર EDની ભીંસ, 510 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

સોર્સ: gstv

ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરીને રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપના 510 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ જપ્તીમાં બે લક્ઝરી પ્રાઇવેટ એરક્રાફ્ટનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ સાથે જોડાયેલા બેંક ફ્રોડ મામલે કરવામાં આવી છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં મહારાષ્ટ્રમાં 6 જમીન, ઓફિસ, બેંક બેલેન્સ અને ફિક્સ ડિપોઝિટ સામેલ છે. CBI અને એન્ટી ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે ED તપાસ કરી રહી છે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ED અત્યાર સુધીમાં અનિલ અંબાણી ગ્રુપની કુલ 23 હજાર 100 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લઈ ચૂકી છે, જેનાથી ગ્રુપની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત