ગૌમાંસ ખાવાની શંકામાં યુવકની હત્યા મામલે મોટો ખુલાસો, લેબ રિપોર્ટમાં ગૌમાંસ ન હોવાનું સામે આવ્યું
હરિયાણાના ચરખી-દાદરી જિલ્લાના બધરા શહેરમાં ઓગસ્ટ માસમાં એક યુવકની ગૌમાંસ ખાવાની શંકામાં હત્યા કરવામાં આવી હતી. જો

હરિયાણાના ચરખી-દાદરી જિલ્લાના બધરા શહેરમાં ઓગસ્ટ માસમાં એક યુવકની ગૌમાંસ ખાવાની શંકામાં હત્યા કરવામાં આવી હતી. જોકે, હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. લેબ રિપોર્ટમાં ગૌમાંસ મળ્યું નથી.
તમને જણાવી દઈએ કે 27 ઓગસ્ટના રોજ મુસ્લિમ યુવક સાબિર મલિકની ગૌમાંસ ખાવાની શંકામાં હત્યા કરવામાં આવી હતી. હંસાવાસ ખુર્દ નજીક આવેલી પરપ્રાંતિય કામદારોની ઝૂંપડપટ્ટીના વાસણોમાંથી મળી આવેલા માંસના નમૂના લેવા માટે એક ટીમ પણ પહોંચી હતી. તત્કાલિન પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ જયબીરની હાજરીમાં માંસના નમૂના લેવામાં આવ્યા હતા અને પરીક્ષણ માટે ફરીદાબાદ લેબમાં મોકલવામાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં 10 આરોપીઓની ધરપકડ
ડીએસપી ભારત ભૂષણે કહ્યું કે, અત્યાર સુધીમાં પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.






