NEET પેપર લીક મામલે CBI કરશે પર્દાફાશ, સંજીવ મુખિયા ગેંગ સાથે આ ચાર પાત્રો ખોલશે રાઝ
NEET પેપર લીક કેસની તપાસ સંભાળ્યા બાદ CBIએ ઝડપી કાર્યવાહી કરી છે. બિહારના ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટની તપાસમાં જે પેપર

NEET પેપર લીક કેસની તપાસ સંભાળ્યા બાદ CBIએ ઝડપી કાર્યવાહી કરી છે. બિહારના ઇકોનોમિક ઓફેન્સીસ યુનિટની તપાસમાં જે પેપર લીકને હજારીબાગની ઓએસિસ સ્કૂલ સાથે તાર જોડાયલા મળ્યા હતા. તેની સામે કાર્યવાહી કરીને CBI સંજીવ મુખિયા ગેંગની સમગ્ર યોજનાનો પર્દાફાશ કરવા તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
સીબીઆઈએ ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ એહસાન-ઉલ-હક અને વાઈસ પ્રિન્સિપાલ ઈમ્તિયાઝ આલમની ધરપકડ કરી છે. બંનેને 5 દિવસના રિમાન્ડ પર લઈને સીબીઆઈની ટીમ આજથી પટનામાં પૂછપરછ શરૂ કરવા જઈ રહી છે.
સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પહેલાથી જ સંજીવ મુખિયાના બે સ્પેશિયલ સાગરિતો ચિન્ટુ અને મુકેશને રિમાન્ડ પર લઈ તેમની પૂછપરછ કરી રહી છે. સીબીઆઈને શંકા છે કે હજારીબાગની ઓએસિસ સ્કૂલમાંથી NEETનું પેપર લીક થયું હતું અને તેમાં એહસાન-ઉલ-હક અને ઈમ્તિયાઝ આલમની ભૂમિકા હતી. લીક થયા બાદ NEET પરીક્ષાનું પેપર માફિયા સંજીવ મુખિયા સુધી પહોંચ્યું હતું.
સંજીવ મુખિયાએ લીક થયેલા NEET પ્રશ્નપત્રની પ્રિન્ટ આઉટ કરાવવા માટે તેના પટ્ટાવાળા ચિન્ટુને મોકલ્યો હતો. પેપર સોલ્વ કરવા માટે ચિન્ટુ રોકી દ્વારા સોલ્વર પાસે ગયો હતો. રોકીએ પટના અને રાંચીના એમબીબીએસ વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને પેપર સોલ્વ કર્યું હતું. એ પછી ચિન્ટુએ NEETનું પેપર અને તેની આન્સર કી પ્રિન્ટ આઉટ કરીને સેફ હાઉસ પહોંચ્યો, અહીં મુકેશે ઉમેદવારોને ખેમનીચક સ્થિત સેફ હાઉસમાં રાખ્યા હતા. તેની પાસે તમામ ઉમેદવારોની ઓળખ છે.
આ ચારેય લોકો CBIની પૂછપરછ દરમિયાન સંજીવ મુખિયા અને પેપર લીક સાથે જોડાયેલી દરેક બાબતોનું રહસ્ય ખોલશે. હજારીબાગમાં સીબીઆઈની ટીમે કુલ 11 લોકોની ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી છે. આ દરમિયાન સીબીઆઈએ કુરિયર કંપનીના સ્ટાફ, હજારીબાગ એસબીઆઈ મેઈન બ્રાન્ચના સ્ટાફ અને ઈ-રિક્ષા ચાલકની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ સીબીઆઈએ મોટાભાગના લોકોને મુક્ત કર્યા, પરંતુ એહસાન-ઉલ-હક અને ઈમ્તિયાઝ આલમ સાથે પટના આવ્યા.
પટનાના 'સેફ હાઉસ'માં હજારીબાગ સેન્ટર કોડ સાથેનું અર્ધ બળેલું પ્રશ્નપત્ર મળી આવ્યું હતું જ્યાં NEET પરીક્ષાના એક દિવસ પહેલા ઉમેદવારોના જૂથને રાખવામાં આવ્યા હતા. હજારીબાગમાં સીબીઆઈની ટીમે ઓએસિસ સ્કૂલમાંથી સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા અને પ્રિન્સિપાલ એહસાન ઉલ હકનું એક લેપટોપ અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા. શાળા પરિસરમાંથી ઘણા બધા દસ્તાવેજો અને 15 પેન ડ્રાઈવ પણ જપ્ત કરવામાં આવી છે. ફોરેન્સિક નિષ્ણાતોએ શહેરની મુખ્ય SBI શાખાની તપાસ કરી, જેના સ્ટ્રોંગરૂમનો ઉપયોગ NEET-UG પેપર રાખવા માટે થતો હતો.







