મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લોન ફ્રોડ કેસમાં CBIની મોટી કાર્યવાહી, બે વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) સાથે જોડાયેલા કથિત બેંક લોન ફ્રોડ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લોન ફ્રોડ કેસમાં CBIની મોટી કાર્યવાહી, બે વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ
આ સમાચાર સાંભળો

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) સાથે જોડાયેલા કથિત બેંક લોન ફ્રોડ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં કંપનીના બે વરિષ્ઠ અધિકારીઓ ડી. વિશ્વનાથ અને  અનિલ કાલ્યાની ધરપકડ કરવામાં આવી છે. બંને અધિકારીઓ પર બેંકો પાસેથી મેળવેલી હજારો કરોડ રૂપિયાની લોનમાં ગેરરીતિ અને ફંડના ખોટા ઉપયોગનો આરોપ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે CBIએ કાર્યવાહી કરી છે.  

જણાવી દઈએ કે, ડી. વિશ્વનાથ કંપનીના બેંકિંગ ઓપરેશન્સ સંભાળતા હતા. જ્યારે અનિલ કાલ્યા ફંડની હેરાફેરીમાં સક્રિય ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે. તપાસમાં બહાર આવ્યું છે કે,  કંપનીએ શેલ કંપનીઓ (બનાવટી કંપનીઓ) દ્વારા શંકાસ્પદ વ્યવહારો કર્યા હતા અને નકલી સર્વિસ ટ્રાન્ઝેક્શન બતાવીને રકમ સગેવગે કરી હતી.

રિલાયન્સ કોમ્યુનિકેશન અને તેની સાથે જોડાયેલી કંપનીઓની છેતરપિંડીના કારણે માત્ર એસબીઆઈને જ લગભગ 2929 કરોડ રૂપિયાનું નુકસાન થયું જ્યારે અન્ય 17 સરકારી બેંકો અને નાણાકીય સંસ્થાઓને કૂલ 19694 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. તપાસમાં સામે આવ્યુંકે કંપનીની ફર્જી કંપનીઓ દ્વારા શંકાસ્પદ નાણાવ્યવહાર કરાયો અને ખોટા ટ્રાન્જેક્શન દેખાડીને રકમ આઘીપાછી કરવામાં આવી. 

EDની કસ્ટડીમાં અન્ય બે અધિકારીઓ 
આ દરમિયાન, દિલ્હીની એક કોર્ટે મની લોન્ડરિંગના અન્ય એક કેસમાં રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓ અમિતાભ ઝુનઝુનવાલા અને અમિત બાપનાને 5 દિવસની ED કસ્ટડીમાં મોકલી દીધા છે. તપાસમાં એવા પુરાવા મળ્યા છે કે લોનની રકમ ગ્રુપના નિયંત્રણ હેઠળની શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. હાલમાં આ મામલે તપાસ ચાલુ છે અને પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે CBI આ પહેલા પણ અનિલ અંબાણી ગ્રુપ સાથે જોડાયેલા અનેક કેસોમાં ગુના દાખલ કરી ચૂકી છે.

આ સમાચાર શેર કરો