મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દૌસા-મુંબઈ એક્સપ્રેસ વે પર ટાયર ફાટવાને કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ, રાજસ્થાનના કોંગ્રેસના ધારાસભ્ય હતા સવાર 

રાજસ્થાનના દૌસા-મુંબઈ એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો છે. એક્સપ્રેસ વે પરથી

દૌસા-મુંબઈ એક્સપ્રેસ વે પર ટાયર ફાટવાને કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ, રાજસ્થાનના કોંગ્રેસના ધારાસભ્ય હતા સવાર 

રાજસ્થાનના દૌસા-મુંબઈ એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો છે. એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહેલા કોંગ્રેસના ધારાસભ્યનો માંડ માંડ જીવ બચ્યો છે. બુધવારે ટાયર ફાટવાની ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્ર દેવીનો આબાદ બચાવ થયો હતો.

પોલીસે જણાવ્યું કે આ ઘટના સવાઈ માધોપુર જિલ્લાના બોનલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી જ્યારે બામનવાસના કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રા દેવી જયપુરથી પરત ફરી રહ્યા હતા.

હોસ્પિટલમાં  તપાસ માટે મોકલવામાં આવ્યા

પોલીસે જણાવ્યું કે તેમની એસયુવી કારનું ટાયર ફાટી ગયું હતું, જેના પગલે ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ધારાસભ્યની કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ ધારાસભ્યને સ્થાનિક હોસ્પિટલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો