Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ‘Cannot be ordered on the basis of media report’, Supreme Court rejects demand for suspension of Gyanesh Kumar

‘માત્ર મીડિયા રિપોર્ટના આધારે આદેશ ન થઈ શકે’, જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
‘માત્ર મીડિયા રિપોર્ટના આધારે આદેશ ન થઈ શકે’, જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરતી અરજીઓ ફગાવી દીધી છે. જો કે, ચૂંટણી પંચની પ્રક્રિયા અને નિર્ણયો અંગે ઉઠાવેલા સવાલોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવીને ચોક્કસ રેકોર્ડ્સ અને સ્પષ્ટ જવાબ માંગ્યા છે. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, ‘અમને આશા છે કે દેશની બંધારણીય સંસ્થાઓ કાયદા અને નિયમોના દાયરામાં રહીને જ કામ કરશે.’

App Store

ચૂંટણી પંચની કામગીરી અને નિર્ણયો સામે સવાલ

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ સામાજિક કાર્યકર્તા રાકેશ કુમાર સિંહ અને વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારોએ વતી રજૂઆત કરતા વકીલ વિકાસ સિંહે દાવો કર્યો હતો કે, SIR, ફોર્મ-6માં ફેરફાર અને ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા અન્ય કેટલાક નિર્ણયોમાં નક્કી કરેલી કાનૂની પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરાયું છે. લોક પ્રતિનિધિત્વ કાયદા (Representation of the People Act) મુજબ ચૂંટણી પંચના નિર્ણયો સર્વસંમતિથી અથવા બહુમતીથી લેવાવા જોઈએ, પરંતુ વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા એકતરફી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

CECને સુરક્ષા મળતાં શક્તિશાળી બન્યા હોવાની વકીલની દલીલ

આ અંગે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા વકીલ વિકાસ સિંહે જણાવ્યું હતું કે, નવા કાયદાને પગલે મુખ્ય ચૂંટણી કમિશનરને અત્યંત શક્તિશાળી બની ગયા છે. તેમને નિવૃત્તિ પછી પણ તપાસ સામે સંરક્ષણ (ઈમ્યુનિટી) મળે છે. આવી સુરક્ષા તો દેશના વડાપ્રધાન કે જસ્ટિસ પાસે પણ નથી હોતી. આ અંગે જસ્ટિસ બાગચીએ સ્પષ્ટતા કરી હતી કે, હોદ્દા પર હોય ત્યારે અપાતું સંરક્ષણ કાયદામાં પહેલેથી જ હતું. જો કે, વકીલે જવાબ આપતા કહ્યું કે, નવો કાયદો નિવૃત્તિ પછી પણ આ રક્ષણ આપે છે.
આ દરમિયાન અરજદારોએ માંગ કરી હતી કે જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરીને બાકીના બે ચૂંટણી કમિશનરને પંચનો કારોબાર ચલાવવા દેવામાં આવે, જેને કોર્ટે ફગાવી દીધી હતી.

‘માત્ર મીડિયા રિપોર્ટના આધારે આદેશ ન થઈ શકે’

આ સુનાવણીમાં ચીફ જસ્ટિસે સ્પષ્ટ કર્યું કે અરજદારો મુખ્યત્વે સમાચાર અહેવાલોના આધારે દલીલો કરી રહ્યા છે, અને માત્ર તેના આધારે કોર્ટ કોઈ વચગાળાનો આદેશ આપી શકે નહીં. પહેલાં ચૂંટણી પંચનો જવાબ આવવા દો. દેશમાં સ્પષ્ટ કાયદો અસ્તિત્વમાં છે અને અમને આશા છે કે તેમણે કાયદાનું પાલન કર્યું જ હશે. જો કોઈ કાયદાકીય ઉલ્લંઘન થયું હોવાનું સાબિત થશે, તો અમે નિર્ણયને પલટી પણ શકીએ છીએ.

ટોપિક્સ:GSTV NewsGujarati News