મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેકની અંદર મળ્યા કેન્સર પેદા કરતા પદાર્થો, આ રાજ્યની સરકારે જાહેર કરી એડવાઈઝરી

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કેકની અંદરથી કેન્સર પેદા કરતા પદાર્થો મ

કેકની અંદર મળ્યા કેન્સર પેદા કરતા પદાર્થો, આ રાજ્યની સરકારે જાહેર કરી એડવાઈઝરી

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કેકની અંદરથી કેન્સર પેદા કરતા પદાર્થો મળી આવતા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. કર્ણાટક ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી ડિપાર્ટમેન્ટે લોકોને કેક સાથે સંકળાયેલા સંભવિત જોખમો વિશે ચેતવણી જાહેર કરી છે. વિભાગે તેમાં કેન્સર પેદા કરતા તત્વોની હાજરી અંગે માહિતી આપી છે.

કર્ણાટક ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી ડિપાર્ટમેન્ટે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'બેંગલુરુની કેટલીક બેકરીઓમાંથી એકત્ર કરાયેલા કેકના 12 સેમ્પલમાં ઘણા કેન્સર પેદા કરતા પદાર્થો મળી આવ્યા છે.'

235 કેકના સેમ્પલ લેવામાં આવ્યા હતા

કર્ણાટક સરકાર દ્વારા આ એડવાઈઝરી કોટન કેન્ડી અને ગોબી મંચુરિયનમાં રોડામાઈન-બી સહિતના કૃત્રિમ ફૂડ કલર્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યાના થોડા મહિનાઓ પછી આવે છે. વિગતો અનુસાર, કર્ણાટક સરકાર દ્વારા પરીક્ષણ કરાયેલા 235 કેકના નમૂનાઓમાંથી 223 સલામત હોવાનું જણાયું હતું, પરંતુ 12માં ખતરનાક સ્તરે કૃત્રિમ રંગો હતા. કર્ણાટકના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે રેડ વેલ્વેટ અને બ્લેક ફોરેસ્ટ જેવી લોકપ્રિય જાતો, જે ઘણીવાર આ વાઇબ્રન્ટ રંગોથી બનાવવામાં આવે છે, તે સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે છે.

તપાસમાં કયા કયા પદાર્થો મળ્યા?

સરકારી સંસ્થાએ બેકરીઓને સલામતી ધોરણોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. બેકરી ચાલકોને પણ કેકમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપવામાં આવી છે. તેમને Allura Red, Sunset Yellow FCF, Ponso 4R, Tartrazine અને Carmoisin જેવી વસ્તુઓના ઉપયોગ સામે ચેતવણી આપવામાં આવી છે.

કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવાના આ ગેરફાયદા

કર્ણાટક ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી ડિપાર્ટમેન્ટે પોતાના નિવેદનમાં કહ્યું છે કે કૃત્રિમ રંગોનો વધુ પડતો ઉપયોગ કેન્સરનું જોખમ તો વધારે છે જ પરંતુ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે.

આ સમાચાર શેર કરો