મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શિંદે-પવાર માની ગયા, મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું આ તારીખે થશે વિસ્તરણ

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહાયુતિમાં ચાલી રહેલી ગડબડ અંગેની અટકળોનો ટૂંક સમયમા

શિંદે-પવાર માની ગયા, મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું આ તારીખે થશે વિસ્તરણ

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહાયુતિમાં ચાલી રહેલી ગડબડ અંગેની અટકળોનો ટૂંક સમયમાં અંત આવવાનો છે. ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ વિસ્તરણનો દિવસ નક્કી કરી દેવાયો છે. એવું માનવામાં આવે છે કે શિંદે જૂથ ગૃહ મંત્રાલય અને કેટલાક મોટા કેબિનેટ મંત્રાલયો પર અડગ હતા તેમને મનાવી લેવાયા છે.

આ પણ વાંચોઃ  લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

કેબિનેટનું વિસ્તરણ 15 ડિસેમ્બરે થશે

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ 15 ડિસેમ્બરે થશે. નાગપુરમાં એક સમારોહમાં નવા મંત્રીઓ પદના શપથ લેશે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ શુક્રવારે પ્રેસ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે 30થી 32 મંત્રીઓ શપથ લઈ શકે છે. દરમિયાન, રાજ્ય ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલે શુક્રવારે કેબિનેટની રચનાને અંતિમ સ્વરૂપ આપવા માટે નાયબ મુખ્ય પ્રધાનો શિંદે અને અજિત પવારને અલગ-અલગ મળ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે દક્ષિણ મુંબઈમાં અજિત પવારના દેવગિરી બંગલામાં ઉગ્ર ચર્ચા થઈ હતી, જ્યાં તેઓ તેમના પક્ષના નેતાઓને મળ્યા હતા. માનવામાં આવે છે કે આ બેઠકમાં અજિત પવારે એવા નેતાઓના નામ નક્કી કર્યા હતા જેમને મંત્રી બનાવવામાં આવશે. સમાચાર એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે ભાજપને 20-21 મંત્રી પદો, શિવસેનાને 11-12 અને એનસીપીને 9-10 મંત્રી પદો મળી શકે છે.

આ સમાચાર શેર કરો