VIDEO : સંભલમાં ગેરકાયદે પ્લોટિંગ પર બુલડોઝરની કાર્યવાહી
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં વહીવટીતંત્રે ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા પ્લોટિંગ સામે કડક કાર્યવાહી હાથ ધરી

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં વહીવટીતંત્રે ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા પ્લોટિંગ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા તંત્ર દ્વારા લેન્ડ માફિયાઓ અને ગેરકાયદે બાંધકામો સામે અભિયાન છેડીને મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્લોટિંગ કોઈ પણ પ્રકારની કાયદેસરની મંજૂરી વગર કરવામાં આવ્યું હતું જે નિયમોનું સીધું ઉલ્લંઘન છે. કાર્યવાહી દરમિયાન વહીવટીતંત્રના અધિકારીઓ, પોલીસ ફોર્સ અને બુલડોઝર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગેરકાયદેસર રીતે તૈયાર કરાયેલા રસ્તાઓ દીવાલો અને અન્ય બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રની આ આકરી કાર્યવાહીથી ગેરકાયદે પ્લોટિંગ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સ્થાનિક વહીવટીતંત્રે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકારી જમીન કે નિયમ વિરુદ્ધના બાંધકામોને કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.




