Video: દિલ્હીમાં ઇમારત ધરાશાયી

સોર્સ: gstv

દિલ્હીના ચાવડી બજાર વિસ્તારમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ઇમારત ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવકર્મીઓ દ્વારા કાટમાળમાં કોઈ ફસાયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને સુરક્ષા એજન્સીઓ પણ સક્રિય બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત