Budget 2024 : મજૂર સંગઠનોએ નાણામંત્રી સમક્ષ કરી માંગ, OPS લાગુ કરો અને 4 લેબર કોડને રદ્દ કરો
Budget 2024 : સોમવારે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથેની પ્રિ-બજેટ મીટિંગમાં મજૂર

Budget 2024 : સોમવારે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથેની પ્રિ-બજેટ મીટિંગમાં મજૂર સંગઠનોએ જૂની પેન્શન સ્કીમ OPSને ફરી લાગુ કરવાની અને 4 લેબર કોડને રદ કરવાની માંગ કરી છે.
4 લેબર કોડને રદ્દ કરવાની માંગ
ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર (TUCC)ના રાષ્ટ્રીય અધ્યક્ષ કે ઈન્દુપ્રકાશ મેનને જણાવ્યું હતું કે તેમણે લઘુત્તમ વેતન વધારીને રૂ.26,000 પ્રતિ માસ કરવાની ભલામણ કરી છે. તેમણે કહ્યું, તમામ 4 લેબર કોડને પાછા ખેંચી લેવા જોઈએ અને રદ્દ કરવા જોઈએ. 29 શ્રમ કાયદા ફરી લાગુ કરવા જોઈએ. લઘુત્તમ વેતન દર મહિને રૂ.26,000 કરતાં ઓછું ન હોવું જોઈએ અને ઈન્ડેક્સેશન ભારતીય શ્રમ પરિષદમાં સર્વસંમતિની ભલામણના આધારે હોવું જોઈએ.
મનરેગાનું કવરેજ 100થી વધારીને 200 દિવસ કરવાની માંગ
ભારતીય મજદૂર સંઘના અખિલ ભારતીય સંગઠન સચિવ બી સુરેન્દ્રને જણાવ્યું હતું કે ટ્રેડ યુનિયનોએ પણ વિનંતી કરી છે કે મનરેગાનું કવરેજ વર્તમાન 100 દિવસથી વધારીને 200 દિવસ કરવું જોઈએ. તેમણે કહ્યું, 'અમે કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓને તેની સાથે જોડવાનું સૂચન કર્યું છે. સુરેન્દ્રને કહ્યું, 'અમે ખાસ કરીને સરકારને કહ્યું છે કે OPSને પાછું લાવવામાં આવે. સરકાર NPSમાં કેટલાક ફેરફાર કરી રહી છે.
મજૂર સંગઠનોએ જાહેર સાહસો (પીએસયુ)નું ખાનગીકરણ બંધ કરવાનું સૂચન કર્યું છે. આ સાથે તેમણે માંગ કરી છે કે બજેટમાં ગ્રામીણ વિકાસ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નિકાસ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આ બેઠકમાં નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની સાથે ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના ઉપાધ્યક્ષ વિદ્યાસાગર ગિરી, હિંદ મઝદૂર સભાના મહાસચિવ હરભજન સિંહ સિદ્ધુ, સેન્ટ્રલ ઈન્ડિયન ટ્રેડ યુનિયનના જનરલ સેક્રેટરી તપન કુમાર સેન, ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટરના સેક્રેટરી રમેશ ગીરી હાજર રહ્યા હતા.








