મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

તિહાર જેલમાં બંધ BRS નેતા કે. કવિતાની તબિયત લથડી, સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

દિલ્હીની તિહાર જેલમાં બંધ BRS નેતા કવિતાની તબિયત એકાએક લથડતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.

તિહાર જેલમાં બંધ BRS નેતા કે. કવિતાની તબિયત લથડી, સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

દિલ્હીની તિહાર જેલમાં બંધ BRS નેતા કવિતાની તબિયત એકાએક લથડતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કે. કવિતા દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં જેલમાં છે. કે. કવિતાએ તેના જામીન અંગે ઘણી વખત કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ હજુ સુધી તેને કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી.

તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાની દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગના આરોપમાં ઈડીએ 15 માર્ચે હૈદરાબાદથી ધરપકડ કરી હતી.

કવિતા કેમ જેલમાં છે?

દિલ્હીની દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસના આરોપી અમિત અરોરાએ પૂછપરછ દરમિયાન કવિતાનું નામ લીધું હતું. તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે કવિતાએ વિજય નાયર દ્વારા દિલ્હીની AAP સરકારના નેતાઓને 100 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

આ સમાચાર શેર કરો