BRICS સમિટ/ PM મોદીનો વ્યસ્ત કાર્યક્રમ, જિનપિંગ સાથે વન-ટુ-વન બેઠકથી પુતિન-પેઝેશ્કિયાન સાથે મંચ શેર કરશે

BRICS 2026: ભારતમાં આજે BRICS દેશોના 18મા શિખર સંમેલન (BRICS Summit)નું આયોજન થવા જઈ રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન ભારત પહોંચી ચૂક્યા છે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આજે ભારત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) BRICS દેશોના નેતાઓ સાથે અનેક મહત્વપૂર્ણ બેઠકો કરશે અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો પક્ષ રજૂ કરશે.
સમિટ દરમિયાન ભારતના નેતાઓ સાથે દ્વિપક્ષીય સંબંધો (Bilateral Relations), વેપાર, રોકાણ અને વૈશ્વિક સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને મોદી અને જિનપિંગ વચ્ચેની બેઠક પર સમગ્ર વિશ્વની નજર રહેશે.
BRICS સમિટમાં આજનો કાર્યક્રમ
| સમય | કાર્યક્રમ |
|---|---|
| સવારે 10:00 વાગ્યે | PM મોદી ઇથિયોપિયાના વડાપ્રધાન અબિય અહમદ અલી સાથે મુલાકાત કરશે |
| સવારે 10:30 વાગ્યે | મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક |
| સવારે 11:00 વાગ્યે | અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલીદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે મુલાકાત |
| સવારે 11:30 વાગ્યે | વિયેતનામના નેતા લે મિન્હ હંગ સાથે બેઠક |
| બપોરે 2:00 વાગ્યે | BRICS નેતાઓ ભારત મંડપમ ખાતે પહોંચશે |
| બપોરે 2:35 વાગ્યે | “Inclusive Global Governance and Strengthening Multilateralism” વિષય પર ક્લોઝ સેશન |
| સાંજે 4:25 વાગ્યે | ‘Bharat Innovates Exhibition’ની મુલાકાત |
| સાંજે 5:05 વાગ્યે | BRICS નેતાઓનો ફેમિલી ફોટો |
| સાંજે 5:10 વાગ્યે | સંયુક્ત વૃક્ષારોપણ કાર્યક્રમ |
| સાંજે 5:45 વાગ્યે | PM મોદી અને શી જિનપિંગ વચ્ચે વન-ટુ-વન દ્વિપક્ષીય બેઠક |
| રાત્રે 7:30 વાગ્યે | BRICS નેતાઓ માટે ગાલા ડિનર |
બપોર બાદ શરૂ થશે BRICSનું મુખ્ય સત્ર
બપોરે 2:00 વાગ્યે: BRICS શિખર સંમેલનના મુખ્ય કાર્યક્રમ અંતર્ગત સભ્ય દેશોના નેતાઓ ભારત મંડપમના લેવલ-2 પર પહોંચશે.
ત્યારબાદ બપોરે 2:35 વાગ્યે સમિટ હોલમાં “Inclusive Global Governance and Strengthening Multilateralism” વિષય પર ક્લોઝ સેશન યોજાશે. આ બેઠકમાં વૈશ્વિક શાસન વ્યવસ્થા અને બહુપક્ષીય સહયોગ (Multilateralism)ને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થશે.
મોદી-જિનપિંગની મુલાકાત પર નજર
સાંજે 4:25 વાગ્યે: BRICS નેતાઓ ભારત મંડપમના હોલ-14માં ‘Bharat Innovates Exhibition’નું અવલોકન કરશે.
સાંજે 5:05 વાગ્યે: ભારત મંડપમના બહારના લૉનમાં BRICS નેતાઓનો ફેમિલી ફોટો યોજાશે. ત્યારબાદ સાંજે 5:10 વાગ્યે સંયુક્ત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.
આજના સમગ્ર કાર્યક્રમમાં સૌથી મહત્વપૂર્ણ બેઠક સાંજે 5:45 વાગ્યે યોજાશે. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ભારત મંડપમમાં દ્વિપક્ષીય વન-ટુ-વન બેઠક યોજાશે. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
રાત્રે ગાલા ડિનરનું આયોજન
BRICS સમિટના દિવસનો અંત વડાપ્રધાન મોદીની યજમાનીમાં યોજાનારા ગાલા ડિનર (Gala Dinner) સાથે થશે. રાત્રે 7:30 વાગ્યે ભારત મંડપમના લેવલ-3 પર આ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે.
આમ, આજનો દિવસ ભારત માટે રાજદ્વારી (Diplomatic) દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રહેવાનો છે. એક જ મંચ પર પુતિન, જિનપિંગ અને પેઝેશ્કિયાન જેવા વૈશ્વિક નેતાઓની હાજરી વચ્ચે ભારત BRICS સમિટના માધ્યમથી વૈશ્વિક સહયોગ અને બહુપક્ષીય વ્યવસ્થાને લઈને પોતાનો સંદેશ આપશે.

