મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીરમાં INDIA ગઠબંધનની સરકાર, નેશનલ કોન્ફ્રેન્સ સૌથી મોટી પાર્ટી

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતગણતરી ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકમાંથી ચૂંટણી પં

જમ્મુ કાશ્મીરમાં INDIA ગઠબંધનની સરકાર, નેશનલ કોન્ફ્રેન્સ સૌથી મોટી પાર્ટી

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024  માટે મતગણતરી ચાલી રહી છે. જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકમાંથી ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર અત્યાર સુધી 54 બેઠકનું પરિણામ જાહેર થયું છે. શરૂઆતના વલણમાં જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ-NCની સરકાર બનતી જોવા મળી રહી છે. ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર અત્યાર સુધી 54 બેઠકનું પરિણામ જાહેર થયું છે.નેશનલ કોન્ફ્રેન્સ 28, ભાજપ 17, કોંગ્રેસ 3, PDP 2, આમ આદમી પાર્ટી એક અને અપક્ષના 3 ઉમેદવાર જીત્યા છે.
 

કઇ બેઠક પર કોણ જીત્યું

  • ઉધમપુર (પૂર્વ) બેઠક પરથી ભાજપના રનબીર સિંઘ પઠાનીયા જીત્યા છે.
  • બસોલી બેઠક પરથી ભાજપના દર્શન કુમાર જીત્યા છે.
  • ગુરેજ (એસટી) બેઠક પરથી નેશનલ કોન્ફ્રેન્સના નઝીર અહેમદ ખાન જીત્યા છે.
  • હઝરતબલથી નેશનલ કોન્ફ્રેન્સના સલમાન સાગર જીત્યા છે.
  • પુલવામા બેઠક પરથી PDPના ઉમેદવાર જીત્યા છે.

જો સરકાર બને તો NC તેના વચનો પૂરા કરવા જોઈએ - એલજેપી નેતા સંજય સરાફ

LJP નેતા અને કાશ્મીરી પંડિત સંજય સરાફે કહ્યું છે કે નેશનલ કોન્ફરન્સે કલમ 370 અને 35A પર વોટ માંગ્યા હતા અને જો તેની સરકાર વલણો અનુસાર બને છે, તો હવે તે તેના વચનો પૂરા કરવાનો સમય છે, સરાફ બે બેઠકો પરથી ચૂંટણી લડશે , હબકાદિલ શ્રીનગર અને અનંતનાગથી ચૂંટણી લડી રહ્યા છે

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-NCને પ્રચંડ બહુમતી તરફ આગળ

કોંગ્રેસ-NC- 50
ભાજપ-24
પીડીપી-3
અન્ય-13

INDIA ગઠબંધનની બનશે સરકાર

સોપેર બેઠક પરથી નેશનલ કોન્ફોરન્સના ઉમેદવાર ઈરશાદ રસૂલ કરે જણાવ્યું કે અમને આશા છે કે INDIA ગઠબંધન  (કોંગ્રેસ-NC)ને બહુમતિ મળશે અને અમારી જીત થશે.

જમ્મુ-કાશ્મીરમાં સતત સમીકરણો બદાલઈ રહ્યા છે, BJPની બેઠકો ફરીથી આગળ વધી રહી છે, કોંગ્રેસ-NC ગઠબંધન 45 બેઠકો પર આગળ તો BJP 31 બેઠકો પર આગળ ચાલી રહી છે.

મહેબૂબા મુફ્તીની પાર્ટી માત્ર 6 સીટો પર આગળ

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના વલણો પીડીપી માટે ખૂબ જ પરેશાન કરનાર સાબિત થઈ રહ્યા છે. મહેબૂબા મુફ્તીની પાર્ટી માત્ર 6 સીટો પર આગળ ચાલી રહી છે. તેમની પુત્રી ઇલ્તિજા મુફ્તી પણ બિજબેહરા બેઠક પરથી પાછળ ચાલી રહી છે. તેનાથી વિપરિત ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન બહુમતીના આંકને સ્પર્શી ગયું છે.

'PM મોદીને પણ જલેબી મોકલીશું'

કોંગ્રેસના નેતા પવન ખેરાએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર કહ્યું, 'અમને વિશ્વાસ છે કે આજે અમને દિવસભર લાડુ અને જલેબી ખાવા મળશે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જલેબી મોકલવાના છીએ. અમને વિશ્વાસ છે કે જમ્મુ અને કાશ્મીર અને હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.'

ઉરીથી NCના સજ્જાદ સફી આગળ
કિશ્તવાડથી ભાજપના શગુન પરિહાર આગળ
બડગામ અને ગાંદરબલથી એનસીના ઓમર અબ્દુલ્લા આગળ
જમ્મુ પશ્ચિમથી ભાજપના અરવિંદ ગુપ્તા આગળ છે
સોપોરથી એનસીના ઇર્શાદ રસૂલ આગળ
સાંબાથી ભાજપના સુરજીત સિંહ આગળ છે
રામબનથી ભાજપના દેવેન્દ્ર કુમાર આગળ
રાજૌરીથી ભાજપના વિવાદ કુમાર આગળ
કુપવાડાથી એનસીના નાસિર અસલમ આગળ

કોંગ્રેસ-NC-43
ભાજપ- 25
પીડીપી-3
અન્ય-1

જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર,  કોંગ્રેસ-NC ગઠબંધન 34 બેઠકો પર આગળ છે. જો કે ભાજપ 25 સીટો પર આગળ છે.

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ 25 સીટો પર આગળ 

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ 25 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ 9 સીટો પર આગળ છે. પીડીપીનું ખાતું ખુલ્યું છે. અન્યના ખાતામાં 1 સીટ. આ આંકડો વલણો અનુસાર છે.

જમ્મુ-કાશ્મીરમાં મોટો ઉલટ-ફેર  

જમ્મુ-કાશ્મીરમાં મોટો ઉલટ-ફેર  શરૂઆતના વલણમાં ભાજપ 15 સીટો પર આગળ

કોંગ્રેસ-NC ગઠબંધન 8 સીટો પર આગળ 

બડગામથી ઓમર અબદુલ્લા આગળ

અમે સરકાર બનાવીશું, ભાજપ જ મુખ્યમંત્રી બનશે - મોહન લાલ ભગત

જમ્મુના અખનૂર વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર મોહન લાલ ભગતે પરિણામો પહેલા મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે ભાજપ બહુમત સાથે આવશે અને ભાજપની સરકાર બનશે. જમ્મુ-કાશ્મીરમાં આ વખતે ભાજપની સરકાર હશે અને ભાજપના મુખ્યમંત્રી હશે.

કાશ્મીર ખીણમાં 15 અપક્ષ ઉમેદવારો અમારા સંપર્કમાં- રવીન્દ્ર રૈના

જમ્મુ અને કાશ્મીર બીજેપી અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ વાત કરતા કહ્યું કે તેમને વિશ્વાસ છે કે અમે જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવીશું અને કાશ્મીર ઘાટીમાં 15 અપક્ષ ઉમેદવારો છે જે અમારા સંપર્કમાં છે.

ઓમર અબ્દુલ્લા (ગાંદરબલ, બડગામ)
ઇલ્તિજા મુફ્તી (શ્રીગુફવારા-બિજબેહારા)
રવિન્દર રૈના (નૌશેરા)
તારિક હમીદ કારા (સેન્ટ્રલ શાલ્ટેંગ)
અલ્તાફ બુખારી (ચન્નાપોરા)
સજ્જાદ ગની લોન (કુપવાડા, હંદવાડા)
ખુર્શીદ અહેમદ શેખ (લોંગેટ)
શગુન પરિહાર (કિશ્તવાડ)
માય તારીગામી (કુલગામ)
સર્જન બરકાતી (બીરવાહ, ગાંદરબલ)

ઉમર અબ્દુલ્લાએ X પર પોસ્ટ મૂકી

નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને ગાંદરબલ અને બડગામથી પાર્ટીના ઉમેદવાર ઉમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું. અમે સારી લડાઈ લડી છે અને હવે, ઈન્શાઅલ્લાહ, પરિણામો એ જ પ્રતિબિંબિત કરશે.

જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ત્યારે તે સંપૂર્ણ રાજ્ય હતું. હવે તે કેન્દ્રશાસિત પ્રદેશ છે. તે સમયે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની 87 બેઠકો હતી. જમ્મુમાં 37, કાશ્મીર ખીણમાં 46 અને લદ્દાખ ક્ષેત્રમાં ચાર બેઠકો હતી. હવે રાજ્યના દરજ્જાથી લઈને સીટો અને મુદ્દાઓ સુધી જમ્મુ અને કાશ્મીરમાં ઘણું બદલાઈ ગયું છે. લદ્દાખ ક્ષેત્ર પણ હવે જમ્મુ-કાશ્મીરમાં નથી. જમ્મુ-કાશ્મીરમાં હવે 87ને બદલે 90 બેઠકો છે. જમ્મુ ક્ષેત્રમાં સીટોની સંખ્યા 37 થી વધીને 43 અને કાશ્મીરમાં સીટોની સંખ્યા 46 થી વધીને 47 થઈ ગઈ છે. પ્રથમ વખત એસસી-એસટી માટે સીટો આરક્ષિત કરવામાં આવી છે.

ભાજપે જમ્મુ પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું 

ભાજપે જમ્મુ પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પાર્ટીએ જમ્મુ ક્ષેત્રની તમામ 43 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. કાશ્મીર ઘાટીની વાત કરીએ તો ભાજપે 47માંથી માત્ર 19 સીટો પર ઉમેદવારો આપ્યા છે. પાર્ટીએ ખીણની 28 બેઠકો પર અપક્ષો અથવા અન્ય નાના પક્ષોને સમર્થન આપ્યું હતું.

ગઠબંધનની વાત કરીએ તો, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધનમાં ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, જ્યારે એન્જિનિયર રશીદના નેતૃત્વમાં અવામી ઇત્તેહાદ પાર્ટીએ જમાત-એ-ઇસ્લામી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી છે. સજ્જાદ લોનની જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ, અપની પાર્ટી અને મહેબૂબા મુફ્તીની આગેવાનીવાળી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) જેવી પાર્ટીઓએ એકલા ચૂંટણી લડી હતી. આમ આદમી પાર્ટીએ પણ કેટલીક બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

આ સમાચાર શેર કરો