મુંબઈમાં મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી
સોર્સ : GSTV
મુંબઈના જાણીતા મરીન ડ્રાઈવ પરથી આજે સવારના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થતાં વાતાવરણ એકદમ ખુશનુમા અને ઠંડુ બની ગયું છે. અરબી સમુદ્રમાં ઉછળતા ઊંચા મોજાં અને વરસાદની હેલી વચ્ચે મરીન ડ્રાઈવનો નજારો જોવા જેવો છે. ચોમાસાની આ સિઝનનો આનંદ માણવા માટે વહેલી સવારથી જ લોકો છત્રી અને રેઈનકોટ પહેરીને વોકિંગ માટે ઉમટી પડ્યા છે.હવામાન વિભાગ દ્વારા મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી થોડા દિવસો માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા પણ સુરક્ષાની પુરી તૈયારીઓ કરવામાં આવી છે. ગરમીથી રાહત મળતાં મુંબઈગરાઓ આ ચોમાસાની સવારને મન ભરીને માણી રહ્યા છે.

