અદાણી ગ્રૂપને અબજો રૂપિયાની રાહત, બોમ્બે હાઈકોર્ટે ધારાવી પ્રોજેક્ટ વિરુદ્ધની અરજી ફગાવી
બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં ધારાવી ઝૂંપડપટ્ટીના પુર્નવિકાસ યોજનાને અદાણી પ્રોપર્ટીઝ પ્

બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં ધારાવી ઝૂંપડપટ્ટીના પુર્નવિકાસ યોજનાને અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડને આપવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને શુક્રવારે ફગાવી દેવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.કે. જસ્ટિસ ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે કહ્યું કે, આ અરજીનો કોઈ આધાર ન હોવાનું જણાવી ફગાવી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ મોદી સરકારનો વિદેશી પ્રવાસીઓને આદેશ, આ 3 રાજ્યોમાં ફરવા માટે લેવી પડશે મંજૂરી
અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડને પ્રોજેક્ટ આપવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી સંયુક્ત આરબ અમીરાત (UAE) સ્થિત સેકલિંક ટેક્નોલોજીસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી. અદાણી ગ્રુપે 259 હેક્ટર ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સૌથી વધુ બોલી લગાવી હતી. તેણે 2022ની ટેન્ડર પ્રક્રિયામાં રૂ. 5,069 કરોડની ઓફર સાથે આ સિદ્ધિ મેળવી હતી.
અરજીમાં ઉઠાવવામાં આવેલા આધારની કોઈ યોગ્યતા નથીઃ કોર્ટ
સેકલિંક ટેક્નોલોજી કોર્પોરેશને 2018ના ટેન્ડરને રદ કરવા અને ત્યાર પછી 2022માં અદાણીને આપેલા ટેન્ડર મુદ્દે પડકાર ફેંક્યો હતો. કોર્ટે કહ્યું, 'અરજીમાં ઉઠાવવામાં આવેલા આધારની કોઈ યોગ્યતા નથી. ટેન્ડર રદ કરવા અને નવું ટેન્ડર બહાર પાડવાના સરકારના પગલાને પડકારવામાં તે નિષ્ફળ ગયા છે.
ચૂંટણી દરમિયાન ધારાવી પ્રોજેક્ટનો મુદ્દો ગરમાયો હતો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન ધારાવી પ્રોજેક્ટનો મુદ્દો ગરમાયો હતો. વિપક્ષી દળે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT), જો સત્તા પર આવે તો, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ માટે અદાણી જૂથને આપવામાં આવેલી તમામ જમીન પાછી લેવાનું અને પ્રોજેક્ટને સંપૂર્ણપણે રદ કરવાનું વચન આપ્યું હતું. હવે એવું કહેવાઈ રહ્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીતથી અદાણી ગ્રુપના આ પ્રોજેક્ટને રાહત મળી છે.






