મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોદી સરકારનો વિદેશી પ્રવાસીઓને આદેશ, આ 3 રાજ્યોમાં ફરવા માટે લેવી પડશે મંજૂરી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પડોશી દેશોના લોકોની ઘૂસણખોરીના કારણે સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં

મોદી સરકારનો વિદેશી પ્રવાસીઓને આદેશ, આ 3 રાજ્યોમાં ફરવા માટે લેવી પડશે મંજૂરી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પડોશી દેશોના લોકોની ઘૂસણખોરીના કારણે સુરક્ષાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને મણિપુરમાં 'પ્રોટેક્ટેડ એરિયા પરમિટ' સિસ્ટમ ફરીથી લાગુ કરી છે. ગૃહ મંત્રાયલ તરફથી એક નિવેદનમાં જાહેર કરાયું છે. જેમાં મંત્રાલયે જણાવ્યું કે, 'પ્રોટેક્ટેડ એરિયા પરમિટ ફરીથી દાખલ કર્યા પછી, મણિપુર આવતા વિદેશીઓની હિલચાલ પર કડક નજર રાખવામાં આવશે અને તેઓએ વિદેશી (પ્રોટેક્ટેડ એરિયા) ઓર્ડર 1958 મુજબ જરૂરી પ્રોટેક્ટેડ એરિયા પરમિટ (પીએપી) મેળવવાની જરૂર રહેશે.'

આ પણ વાંચોઃ VIDEO: ડો.આંબેડકર મુદ્દે અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસ આક્રમક મુડમાં, પ્રિયકાં સહિત સાંસદોએ કાઢી રેલી

રાજ્ય સરકારે લોકોને સાવચેત રહેવા જણાવ્યું

ગૃહ મંત્રાલય અનુસાર, કેન્દ્રએ મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમમાં સંરક્ષિત વિસ્તાર પરમિટ સિસ્ટમ ફરીથી દાખલ કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે આ ચેતવણીને ધ્યાનમાં લીધી છે. જેને લઈને મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે જણાવ્યું હતું કે, 'સેનાપતિ જિલ્લામાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે લોકોએ રોડ માર્ગે કાંગપોકપી જિલ્લામાંથી પસાર ન થવું જોઈએ.'
 
મણિપુરમાં મુખ્યમંત્રી એન. બિરેન સિંહ અને તેમના કેબિનેટ સભ્યોને નિશાન બનાવતી અપમાનજનક અને ધમકીભરી પોસ્ટને મંજૂરી આપવા અને ફેલાવવા બદલ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ નિંગોમ્બમ ડીંગકુ (22), માલેમંગનબા લેથાંગબમ (21) અને થોંગમ રોમેન (39) તરીકે કરવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેઓને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો