બિકાનેર ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં બોમ્બ વિસ્ફોટ, 2 સૈનિકોના મોત, એક ઘાયલ
રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તોપ પ્રેક્ટિસ દરમિયાન એક મોટો અક

રાજસ્થાનના બિકાનેરમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં તોપ પ્રેક્ટિસ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. આ દરમિયાન બોમ્બ વિસ્ફોટની માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં બે જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને એક જવાન ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જના નોર્થ કેમ્પમાં આવેલા ચાર્લી સેન્ટરમાં થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સૈનિકને સુરતગઢની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
કેવી રીતે બની ઘટના?
બુધવારે બિકાનેરના મહાજન થાના વિસ્તારમાં આવેલા સૈન્યના ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આ દુઘર્ટના સર્જાઈ હતી. જ્યાં પ્રેક્ટિસ દરમિયાન કોઈ ભૂલને કારણે અચાનક બોમ્બ ફાટ્યો હતો. આ દુઘર્ટનામાં બે જવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા. જોકે એકની હાલત ગંભીર છે.
સુરક્ષા પ્રોટોકોલ પર સવાલ ઊઠ્યાં
ઘટનાની જાણ થતાં જ ટોચના સૈન્ય અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં આ પરીક્ષણ ક્ષેત્રને સંપૂર્ણપણે સીલ મારી દેવામાં આવ્યો છે જેથી તપાસ કરી શકાય. મહાજન ફિલ્ડ રેન્જમાં આ બીજી દુર્ઘટના હતી. અગાઉ પણ આવી જ એક દુર્ઘટનામાં એક જવાન મૃત્યુ પામ્યો હતો. જેના લીધે આવી ઘટનાઓએ સુરક્ષા પ્રોટોકોલ અને ઉપકરણોની તપાસ પર સવાલો ઊભા કરી દીધા છે.








