VIDEO: મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં એક ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, 8 લોકોના મોત
Maharashtra Fire Breaks Out: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં એક ફેક્ટરીમાં બોઈલર ફા

Maharashtra Fire Breaks Out: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં એક ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે 55થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
એક કિલોમીટર સુધી સંભળાયો વિસ્ફોટનો અવાજ
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, વિસ્ફોટનો અવાજ એકથી બે કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિસ્ફોટના કારણે આસપાસની બિલ્ડિંગ્સની કાચની બારીઓ તૂટી હતી. ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આઠ લોકોને સસ્પેન્ડ કરાયા : દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર લખ્યું કે, આ મામલે આઠ લોકોને સસ્પેન્ડ કરી દેવાયા છે. NDRF, TDRF અને ફાયર બ્રિગેડની ટીમો રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.







